<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

દ્વારકાધીશના શરણે શિશ ઝુકાવતા પાકિસતાન રહેતા ર૭૦ હિન્‍દુ ભાવિકોઃ ધન્‍યતા અનુભવી :જુઓ વિડીયો

દ્વારકાઃ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે પાકિસ્તાન અને સિંધ પ્રદેશમાંથી અંદાજે 250 થી વધુ હિન્દુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તેમણે ભગવાન કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આવેલા તમામ ભક્તો ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરીને ખુશી છે.

એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, અમે 270 જેટલા હિન્દુ શ્રદ્ધાળુઓ ભારતના વિવિધ ધાર્મિક સ્થળો પર જઈને પણ દર્શન કરવાના છીએ. દ્વારકામાં અમે દ્વારકાધીશના દર્શન કર્યા છે અને બે દિવસ સુધી રોકાઈશું અને ત્યારબાદ માઉન્ટ આબુમાં શાંતિ આશ્રમ ખાતે જવાના છીએ. અમને ભારત સરકારે વિઝા આપ્યા છે. તે બદલ તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત સરકારે અમને તીર્થસ્થળોના દર્શન કરવા માટે ઓપનમાં વિઝા આપ્યા છે.

અન્ય એક શ્રદ્ધાળુએ કહ્યું કે, દ્વારકા પહોંચ્યા છીએ ત્યારે ખુબ આનંદની લાગણી અનુભવીએ છીએ. રાયપુર, અમરાવતી અને ત્યારબાદ દ્વારકા આવ્યા છીએ. હવે હરિદ્વાર પણ જવાના છીએ અને ત્યાં પણ દર્શન કરીશું. દ્વારકા દર્શન કર્યા બાદ બેટ દ્વારકા તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી હરિદ્વાર જશે, ત્યાં ગંગા નદીમાં ડુબકી લગાવી પોતાના વતન પાકિસ્તાન સિંધ ખાતે પરત પહોંચશે.



 

(4:06 PM IST)