હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 6th April 2025
ભાવનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
રવિવાર હોવા છતાં સુધી સાંજ ઘરમાં જ પુરાઈ રહ્યા :બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસાન ભાસતા હતા.

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે ગરમીનો પારો 40 ડિગ્રી ને પર થઈ જતા લોકો ગરમીથી અકળાઈ ગયા હતા.
ભાવનગરમાં આજે રવિવારે સિઝનની સૌથી વધારે ગરમી નોંધાઈ હતી. આજનું મહત્તમ તાપમાન વધીને 40.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આ તો લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22% રહ્યું હતું .જ્યારે પવન ની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
ગરમીને કારણે લોકો આજે રવિવાર હોવા છતાં સુધી સાંજ ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસાન ભાસતા હતા.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
