હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે જયદીપ ગ્રુપ ઓફ કંપનીના આર્થિક સહયોગથી બનાવવામાં આવેલ ઓફિસ બિલ્ડીંગનું લોકાર્પણ.
સંતો-મહંતો ધારાસભ્યો, ટ્રસ્ટીઓએ એ સ્વ. ઉદયસિંહભાઇ મનુભા જાડેજા પરિવારના ત્રણ ત્રણ પેઢીથી ચાલ્યા આવતા સેવાકાર્યો બિરદાવ્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના લીલાપર રોડે આવેલ શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે જયદીપ ગ્રુપ ઓફ કંપની (વવાણીયા-મોરબી) ના આર્થિક સહયોગથી વિધુત સ્મશાન ઓફિસ બિલ્ડીંગ બનાવી આપવામાં આવ્યુ છે જેનું રામનવમીના દિવસે સંતોમહંતો અને ધારાસભ્યો સહિતનાઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબીના લીલાપર રોડ ઉપર છેલ્લા 21 વર્ષથી વિદ્યુત અને ગેસ આધારીત સ્મશાન કાર્યરત છે અને આ સ્મશાન ગૃહ વિવિધ સેવાકીય પ્રવૃત્તિનું કેન્દ્ર છે. અહી શૂન્ય પ્રદુષણ, પર્યાવરણનું જતનના શુભઆશય અને અબોલ પશુ-પક્ષીઓની પ્રસંશનીય સેવાએ સંસ્થાનું ધ્યેય છે. ત્યારે મોરબીમાં દરેક સમાજના લોકોને મદદરૂપ થતાં જયદીપ એન્ડ કંપની વવાણીયા-મોરબી દ્વારા વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે દાતા સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા (વવાણીયા વાળા) ના નામથી તેઓના દીકરા જયુભા ઉદયસિંહજી જાડેજા, દિલુભા ઉદયસિંહજી જાડેજા, અનિરુદ્ધસિંહ ઉદયસિંહજી જાડેજા અને અશ્વિનસિંહ ઉદયસિંહજી જાડેજા અને તેઓના પરિવાર દ્વારા ઓફિસ બિલ્ડીંગ બનાવી આપવામાં આવેલ છે જેનું રામનવમીના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રામધન આશ્રમના મહંત પૂ. ભાવેશ્વરી માતાજીએ જણાવ્યુ હતુ કે,રામ તારી માયાના નામથી જાણીતા આ સ્વ. ઉદયસિંહભાઇ મનુભા બાપુના પરિવારને સેવા, લોકોને મદદ કરવાનાં ગુણ આજે તેમના પુત્રો જયુભાભાઈ, દિલુભાભાઈ સહિતના પારિવારને ગળથુથીમાં મળ્યા છે. અને તેથીજ ઉદારહાથે દાન આપી આવા શતકાર્યો કરી રહ્યા છે. સ્વ. ઉદયસિંહભાઇને યાદ કરી તેમને ઉમેર્યું હતુ કે અમે તો નાના હતા ત્યારે પણ કોઈ ગરીબનું બાળક શિક્ષણથી વંચિત રહે, કંઈક ગરીબ પરિવારોને તેઓ ગુપ્ત દાન આપી મદદ કરતા.નકલંક મંદિર બગથળાના મહંત પુજ્ય દામજી ભગતે જનાવ્યુ હતુ કે, જનની જણ તો ભક્ત, કાં દાતા કાં સુર, નહીંતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર તેમ સ્વ. મનુભા બાપુથી માંડીને સ્વ. ઉદયસિંહભાઇ અને તેમના આ પુત્રો શતકાર્યોમાં દાન આપી પેઢીઓને ઉજળી કરી રહ્યા છે. ઘાસભ્ય કાંતિલાલ અમૃતયાએ પોતે નાના હતા અને જે સ્કુલમાં ભણતા તે સમયે પણ મનુભાબાપુ તે સ્કુલને માતબર દાન આપતા હોવાનું જનાવ્યુ હતુ. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જનાવ્યુ હતુ કે શિક્ષણ થી માંડી અનેક ક્ષેત્રોમાં જયદીપ પરિવારના દાનની સરવાણી અવિરત વહેતી રહે છે.
દાદા અને પિતાજીની સેવાભાવનાની કંડોરેલી કેડી પર આજે ત્રીજી પેઢીના જયુભા, દિલુભા ચાલી રહ્યા છે. આજે સ્વ. ઉદયસિંહજી ભાઈના આ પુત્રો આજે વસ્તુપાળ તેજપાળ જેવા કાર્યો કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ 2001 માં મોરબી શહેરના સેવાભાવી આગેવાનો દ્વારા શ્રી શાંતીધામ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ટ્રસ્ટનો મુખ્ય હેતુ પર્યાવરણની રક્ષા માટે માનવદેહના અંતિમ સંસ્કાર માટે ઇલેક્ટ્રિક સ્મશાન બનાવવાનો હતો.જે હાલમાં ગેસ આધારિત કાર્યવંત છે.જે તે સમયે મોરબી નગરપાલિકા દ્વારા અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રી શાંતીધામ ચેરીટેબલ ટ્રસ્ટને જમીનની ફાળવણી લીલાપર રોડ ઉપર કરવામાં આવી હતી. ફાળવવામાં આવેલ જમીન ઉપર એક અધ્યતન ઇલેક્ટ્રિક સ્મશાનનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું તેની સાથે માનવદેહના અંતિમ સંસ્કાર આપ્યા બાદ સ્નેહીજનો-પરિવારના સભ્યો પ્રભુ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ આપી શકે તેવો હોલ બનાવવામાં આવ્યો હતો.
ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ દફતરીએ જનાવ્યુ હતુ કે, આ સ્મશાનમાં છેલ્લા 22 વર્ષમાં 9700 થી વધુ મૃતદેહોને અવ્વલ મંજલે વિધીવત પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. જેથી આજ સુધી અંદાજે 10 લાખ કિલો લાકડાનો બચાવ કરી પર્યાવરણ ક્ષેત્રે સરાહનીય કાર્ય કર્યું છે. ત્યારે સેવાકીય કામ અને દાનમાં મોખરેનું સ્થાન ધરાવતા મૂળ વવાણીયાના રહેવાસી અને હાલ મોરબીમાં રહેતા સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા જયદીપ પરિવાર દ્વારા સ્મશાન ખાતે ઓફીસ બિલ્ડીંગ બનાવી આપવામાં આવેલ છે. જેથી કરીને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા દાતા જયુભા જાડેજા તથા દિલુભા જાડેજાનું સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા અનેકવિધ સેવાકીય કામ કરવામાં આવે છે ત્યારે લોકો દાન આપે તેના માટે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દાન માટેની અપીલ કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ અને આહીર સમાજના આગેવાન લાખાભાઇ જારીયા દ્વારા ટ્રસ્ટમાં 5.55 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને તે ઉપરાંત અન્ય દાતાઓએ પણ દાન આપેલ હતું અને અંતે ચંદ્રકાંતભાઈ દફતરીએ જાડેજા પરિવાર તેમજ કાર્યક્રમમાં આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન ચંદ્રકાન્તભાઈ દફતરી તેમજ મોરબી પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે હંસાગીરી માતાજી (ગીરનારી આશ્રમ) જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઇ રાજકોટીયા, બેચારભાઈ હોથી, વેલજીભાઇ ઉઘરેજા, કરશનભાઇ આદ્રોજા, પ્રદીપભાઇ વાળા, ચંદુભાઈ હુંબલ, જયંતિભાઈ પટેલ, ભરતભાઇ કારીઆ, મનહરસિંહ જાડેજા, જ્યોતિસિંહ જાડેજા, ઇન્દુભા જાડેજા, ગિરીશભાઈ ઘેલાનીમ હર્ષભઈ કંઝારીયા, દિલીપભાઇ ભાલોડીયા, લાખાભાઈ જારીયા, રિશિપભાઇ કૈલા, વિશાલભાઈ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ, ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા, અરવિંદભાઇ વસાદડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદ્રકાતભાઈ દફતરી તેમજ હસુભાઈ પંડ્યાએ કર્યું હતુ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
