<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

શ્રી રામ ભગવાનના દરબારમાં સૌ કોઈ સરખા: જામનગરમાં કોંગ્રેસ અને ભાજપના રાજકીય આગેવાનો એક સાથે રામધૂન બોલાવતા નજરે પડ્યા


જામનગરમાં ૪૪ ની શોભાયાત્રા ના પ્રારંભે જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અને રિવાબા જાડેજા ઉપરાંત નગરના મેયર વિનોદભાઈસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, સહિત અન્ય શહેર ભાજપના અગ્રણીઓ રામ સવારીમાં જોડાયા હતા, અને રામધૂન બોલાવી હતી.તેઓની સાથે સાથે વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતસિંહ વાળા, તથા અન્ય તમામ લોકોએ 'રામના દરબારમાં સૌ એક સરખા' તેની પ્રતીતિ કરાવી હતી, અને એક સાથે રામધૂન બોલાવતા નજરે પડ્યા હતા. અને સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(9:39 AM IST)