News of Monday, 7th April 2025
મોરબીમાં હળવદ હાઇવે પર બાઇક અકસ્માતમાં જીતેશભાઇ પટેલનું મોત
રોડનું કામ ચાલુ હોઇ ત્યાં કોઇ સાઇન બોર્ડ ન હોવાથી અકસ્માત સર્જાયાનો મૃતકના સ્વજનોનો આક્ષેપઃ મોભીના મૃત્યુથી મોરેરીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૭: મોરબીમાં હળવદ હાઇવે પર વચ્છરાજ હોટલ પાસે રોડનું કામ ચાલુ હોઇ ત્યાં બાઇક
સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં ચાલક મોરબીના પ્રોૈઢનું મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે રોયલ પાર્કમાં રહેતાં જીતેશભાઇ અમૃતભાઇ મોરેરીયા-પટેલ (ઉ.વ.૫૦) બીજી તારીખે રાતે સાડા નવેક વાગ્યે બાઇક હંકારી મોરબી હળવદ હાઇવે પર વચ્છરાજ હોટલ નજીકથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર જીતેશભાઇ બે ભાઇમાં નાના હતાં અને સંતાનમાં એક પુત્ર છે. તેઓ કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. કારખાનેથી છુટીને ઘરે જતી વખતે અકસ્માત નડયો હતો. સગાના કહેવા મુજબ જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં રોડનું કામ ચાલુ છે. પરંતુ જવાબદારો દ્વારા અહિ કોઇપણ જાતનું સાઇનબોર્ડ મુકાયુ ન હોઇ તેના કારણે અમારા સ્વજનને અકસ્માત નડયો હતો અને તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
