રાજસ્થાન પાસે ખંભાળીયાના ર યુવકોના અકસ્માતમાં મોત
૪ ગઢવી યુવાનો કરણી માતાજીના દર્શને કારમાં જતા હતા ત્યારે બોલેરો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ખંભાળીયાથી રાજસ્થાન કરણી માતાજીના મંદિરે દર્શન કરવા જતા ગઢવી યુવાનોની કાર બોલેરો સાથે અથડાતા બે ગઢવી યુવાનના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે. (તસ્વીર- અહેવાલઃ કોૈશલ સવજાણી- ખ઼ભાળીયા)
(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૭: ખંભાળીયામાં રહેતા ચારણ ગઢવી યુવાનો રામનવમીની રજાઓ હોય આઇ૨૦ કાર લઇને શુક્રવાર રાત્રે ખંભાળિયાથી રાજસ્થાન કરણી માતાજીના દર્શન કરવા નીકળેલા માતાજીના દર્શન કરવા જતાં આ યુવાનોની કાર રાજસ્થાનના જાલોટ જીલ્લાના ભીમમાળ તાલુકાના હાઇ-વે પર જતી હતી ત્યારે એક બોલેરો પીકઅપ વાન જીપ હાઇવે પરના જોડતા કાચા રસ્તા પરથી એકા-એક મેઇન હાઇવે પર આવતા રસ્તા પર જતી ખંભાળિયાના ગઢવી યુવાનોની આઇ ટવેન્ટી કાર ધડાકા સાથે અથડાતા ગંભીર અકસ્માતમાં એક તરફની સાઇડનો બુકડો બોલી ગયો હતો તથા નવલ મેઘાભાઇ ગઢવી તથા દિપક હભુભાઇ ગઢવી નામના ૨૨/૨૩ વર્ષના બે યુવાનોને ગંભીર ઇજા થતાં એકનું ઘટનાસ્થળેજ બ્રેઇન હેમરેજ થતાં મૃત્યુ થયું હતું. જયારે એકને ગંભીર સ્થિતિમાં પાલનપુર ખસેડતા ત્યાં મૃત્યુ નીપજ્યું હતું. જયારે બાકીના બે ને સામાન્ય ઇજાઓ થઇ હતી.
અકસ્માતમાં બે ગઢવી યુવાનોના મૃત્યુની જાણ થતા તેમના પરિવારજનો જાલોટ પહોંચ્યા હતા તથા મૃતકોની લાશ લઇને ગઇકાલે રામનવમીના દિને બંન્નેની અંતિમ યાત્રા નીકળતા ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
મૃતક બને અપરણીત હતા તથા એકના પિતા સાથે નીરણ વેચવાનું કામ એક યુવાન કરતો હતો તથા બીજાના પિતા સિંચાઇ વિભાગમાં કામ કરે છે. રામનવમીના હિન્દુ તહેવાર પર બે યુવાનોના આ મોતથી ગઢવી સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.(૨.૧૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
