<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાળઝાળ અગ્નિવર્ષા-સવારથી સર્વત્ર સૂર્ય પ્રકોપ

મહત્તમ તાપમાનમાં સતત વધારાથી જનજીવન અને પશુ, પક્ષીઓ પ્રભાવિત

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપથી સૌ કોઇ હેરાન થઇ રહ્યા છે. મહત્તમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ  :.. જુનાગઢ સહિત સોરઠમાં કાળઝાળ અગ્નિવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. બપોર થતા ની સાથે જ બજારો અને રસ્‍તાઓ સુમસામ થઈ જતા હોવાથી વેપાર ધંધાને પણ અસર પહોંચી છે.

જુનાગઢ ખાતે રવિવારે એપ્રિલ નું સૌથી વધુ ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તેના પરિણામે મોડી સાંજ સુધી લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડ્‍યો હતો. આખો દિવસ આકાશમાંથી લુ વર્ષા થવાથી જૂનાગઢનો રાત્રી તાપમાન પણ વધીને ૨૯ ડિગ્રી થઈ ગયું હતું.

રાત્રે ગરમી વધવાની સાથે આજે સવારે લઘુતમ તાપમાન નો પારો પણ ઉપર ચડીને ૨૬.૬ ડીગ્રીએ સ્‍થિર થતા સવારથી જ સૂર્યદેવતાનો આંકરોં મિજાજ જોવા મળ્‍યો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૪૦ ટકાથઈ ગયું હતું જ્‍યારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૯ કિલોમીટરની રહી હતી. હજુ આગામી બુધવાર સુધી જુનાગઢ સહિત સોરઠનું મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી રહેવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૩.પ મહત્તમ તાપમાન ૩૯, ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતિ ૮ કિ. મી. રહી હતી.

(11:28 AM IST)