<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

કચ્‍છ કબરાઉમાં શ્રીમણીધર મોગલ માતાજી મંદિર ચૈત્રી નવરાત્રીમાં હજારો ભાવિકોએ માતાજી અને મહાપ્રસાદનો લાભ : રામનવમીના હજારો ભાવિકો ઉમટયા

 

 વાંકાનેર, તા. ૭: ભચાઉ તાલુકાના જગ વિખ્‍યાત જ્‍યાં ધજા ફરકે છે સત ધર્મની એવા શ્રી વડવાળી મણીધર મોગલ માતાજી મોગલધામ ખાતે ચૈત્રી નવરાત્રી દરમ્‍યાન નવ દિવસ દરમ્‍યાન હજારો ભાવિકોએ શ્રી મોગલ માતાજીના દર્શન અને મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતી ગઈકાલે શ્રી રામનવમીના રોજ સવારના ચાર વાગ્‍યાથી ભાવિક ભક્‍તજનો માતાજીના દર્શનાથે પહોંચી ગયેલ હતા સવાર અને સાંજની આરતીમાં હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ હતો તેમજ ૧૦૮ દીવડા સાથે સાંજે મહાઆરતી ઢોલ નગારા અને ઝાલરોના નાદથી કરવામાં આવેલ હતી

આરતી પહેલા મોગલધામના ચારણઋષિ પૂજ્‍ય બાપુશ્રીએ રામનવમી નિમિતે રામજન્‍મ વિષે પ્રવચન કરેલ હતુ અને પૂજ્‍ય બાપુશ્રી કહેલ કે અહીંયા કોઈપણ જાતનું દાન રોકડ રકમ સ્‍વીકારમાં આવતી નથી અહીંયા માં મોગલ સંચાલન કરે છે અંધ શ્રદ્ધાથી દૂર રહેવું અને પહેલા દવા પછી દુવા કોઈ ભાવિકોએ મોગલ માતાજીની માનતા રાખેલ હોય તો જે માનતાની રકમ બેન, દીકરી ભાણેજને આપી દેવી માં મોગલ રાજી થશે અહીંયા કોઈપણ જાતની રકમ સ્‍વીકારમાં આવતી નથી અત્રે એ ઉલ્લેખનીય છે કે મોગલધામમાં કાયમ માટે અંખડ હોમાત્‍મક યજ્ઞ ચોવીસ કલાક ચાલુ છે જેમાં આશરે ૭૫૦ થી ૮૦૦ શ્રીફળ હોમાય છે.

સાત કિલો ઘી હોમાય છે તેમજ કોઈપણ જાતના ભેદભાવ વિના બંને ટાઈમ મહાપ્રસાદ કાયમ માટે ચાલુ જ છે દર મંગળવારે અને પૂનમના માનવમેળો ભરાય છે સમગ્ર સૌરાષ્‍ટ્ર, ગુજરાત, કચ્‍છ અને દેસ વિદેશથી મંગળવાર ભરવા મોગલધામ ભાવિકો પધારે છે મોગલધામનો અનેરો મહાત્‍મ્‍ય છે.

(11:43 AM IST)