હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોૈરાષ્ટ્ર-કચ્છમાં રામનવમી પર્વની ધામધુમથી ઉજવણી

પ્રથમ અને બીજી તસ્વીરમાં ભાવનગરમાં અને ત્રીજી તસ્વીરમાં આટકોટમાં શ્રી રામનવમી પર્વની ઉજવણી થઇ તે નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી(ભાવનગર), કરશન બામટા (આટકોટ)
રાજકોટ તા.૭: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં રામનવમી પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. ગામે-ગામ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, બટુકભોજન, ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં શહેર કાર્યાલયથી કાળાનાળા ખાતે આવેલ રામજી મંદિર સુધી ભગવાન રામની ભજન, ધૂન અને કીર્તન સહિત ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવેલ, ત્યાર બાદ બપોરના ૧૨-૦૦ કલાકે ભગવાન રામની મહાઆરતી ઉતારવામાં આવેલ, જેમાં શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા, પૂર્વ પ્રમુખશ્રીઓ ગીરીશભાઈ શાહ, અમોહભાઈ શાહ, ચીમનલાલ યાદવ, યોગેશભાઈ બદાણી, ડો. રાજીવભાઇ પંડ્યા અને અભયસિંહ ચૌહાણ તેમજ ભરતસિંહ ગોહિલ, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બાંભણીયા, અરુણભાઈ પટેલ, ડી.બી ચુડાસમા, પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિતના પૂર્વ મહામંત્રીઓ તેમજ વરિષ્ટ આગેવાનો, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
મહાઆરતીના સમય પહેલા મેયર ભરતભાઇ બારડે લોકોને રામધૂન ગવરાવી હતી. વાતાવરણ રામમય અને ભક્તિમય બની ગયું હતું.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મોટા ચોરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયાં હતાં મોટા ચોક, નાના ચોક, લીમળી પીપળી ચોક, બસ સ્ટેશન હાઈસ્કૂલ રોડ થઇ રામજી મંદિર આ શોભાયાત્રા નીકળી હતી જેમાં બે ડીઝે રામ લક્ષ્મણ સીતા હનુમાનજીનાં વેશ ધારણ કર્યા હતા. જીવદયા સુંદરકાંડ મંડળ દ્વારા શોભાયાત્રામાં સરબતની વ્યવસ્થા કરી હતી
આટકોટ પોલીસ બંદોબસ્ત સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી બાળકો એ વિવિધ કરતબો રજૂ કર્યા હતા આટકોટ ગ્રામજનોને રામજીની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી તેમજ રામજી મંદિર ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
