હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 7th April 2025
ટંકારા પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત
ખીમીબેન ભરવાડ પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પરચાલકે ઠોકર મારતા તેનું મોત નીપજ્યુ : ડમ્પર ચાલકને ઝડપી લેવા માટે તપાસ

ટંકારા તા.૭ : ટંકારા પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા અને રાજકોટ વચ્ચે આવેલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે જીવલેણ અકસ્માત થયો છે.
મૃતક ખીમીબેન ભરવાડ પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ડમ્પરચાલકે ઠોકર મારતા તેનું મોત નીપજ્યું છે. અજાણ્યો ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટેલ છે ઘટના સ્થળે ટંકારા પોલીસ પહોંચી છે. અને ડમ્પર ચાલકને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
