<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ધ્રોલ-જોડીયામાં શાંતિ અને સલામતી માટે ચાવીરૂપ ભૂમિકા ભજવનાર એલ.આઈ.બી.ના કનુભાઈ પરમાર નિવળત થયા

પોલીસની છબી સુધારવા માટે કાયમી જન સેવા, કોરોના કાળમાં સેવા, આંદોલનોમાં સમાજવટથી માામલો થાળે પાડવા માટે કનુભાઈ પરમારે ચાવીરૂપ ભુમિકા ભજવીને ભારે લોકચાહના મેળવી હતી : એચ.વી. રાઠોડ ધ્રોલ પી.આઈ.

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૭ : ધ્રોલ પોલીસમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા અને પોતાના સ્‍વભાવથી પોલીસની છબીને ૅપોલીસ મિત્રૅ તરીકે સતત સમાજ જીવનમાં સારો સંદેશો આપવાનું કામ કરતા અને કાયમ સેવાકીય ભાવ સાથે પોલીસ ફરજ બજાવતા એ.એસ.આઈ. કનુભાઈ પરમાર વય મર્યાદાના કારણે નિવળત થતા તેઓનો વિદાય સમારંભ પટેલ સમાજ ધ્રોલ ખાતે રાખવામાં આવતા સમગ્ર સમાજમાંથી તેઓના વિદાય સમારંભ ઉપસ્‍થિત રહીને નિવળત જીવનની શુભકામનો પાઠવી હતી

જામનગર તાલુકાના જાંબુડા ગામે જન્‍મેલા અને તા. ૧૯/૪/૮૯થી કોન્‍સ્‍ટેબલ તરીકે પોલીસ વિભાગમાં નોકરીને શરુઆત કરનાર કનુભાઈ જીવાભાઈ પરમારનું પ્રથમ પોસ્‍ટીંગ પોલીસ હેડકવાર્ટર જામનગર બાદ જોડીયા, ધ્‍વારકા, જોડીયા, અને અંતે ધ્રોલ ખાતે કાયમી નોકરી કરીને ધ્રોલ-જોડીયા વિસ્‍તારની ભૌગોલિક,રાજકીય, સામાજીક સ્‍થિતિના જાણીતા અને અનુભવી બનેલા કનુભાઈ પરમાર કાયમ ધ્રોલ-જોડીયા તાલુકામાં સાઈડ પોસ્‍ટીગમાં એલ.આઈ.બી.માં ફરજ બજાવીને સતત સમાજ જીવનમાં કોઈ રાગધ્‍વંશ, કોમી દંગલ કે અન્‍ય કોઈ હિંસા ફાટી ન નીકળે તેની કાળજી રાખીને સતત એલર્ટ રહેતા કનુભાઈ પરમાર કાયમ શાંતિ અને ભાઈચારાનો મેસેજમાં સમાજ જીવનમાં મેસેજ આપીને ધ્રોલ-જોડીયામાં શાંતિનું વાતાવરણ બની રહે તેવા પ્રયાસો હાથ ધરીને ભારે લોકચાહના મેળવી હતી

વધુમાં મળતી વિગત મુજબ ધ્રોલ-જોડીયા પોલીસ વિભાગમાં કાયમી પોતની કર્મભુમિ બનાવવા કનુભાઈ પરમાર એલ.આઈ.બી.માં હોવાની સાથો સાથ કોરોના કાળ દરમ્‍યાન કોરોના વોરિયર્સ, પાટીદાર આંદોલન, અનુસુચીત જાતી સમુદાયનું આદોલન વખતે વાતાવરણ ન બગડે તેવી ભુમિકા ભજવી હતી પોલીસ કોન્‍સ્‍ટેબલથી માંડીને અંતે ધ્રોલ ખાતે એલ.આઈ.બી.માં એસ.આઈ.આઈ. તરીકે ફરજ બજાવીને ગત તા. ૩/૩/૨૫ના રોજ વય મર્યાદાના કારણે નિવળત થતા ધ્રોલના પટેલ સમાજ ખાતે ભવ્‍ય વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો જેમા ધ્રોલના તમામ સમાજના આગેવાનો, સંસ્‍થાના સંચાલકો, સમાજ સેવકો સહીત આગેવાનો ઉપસ્‍થિત રહીને કનુભાઈ પરમારનું શાલ ઓઢાવીને, પુચ્‍છગુચ્‍છ સહિત ભેટ સોંગદો આપીને સન્‍માન સાથે નિવળતી કાળ દરમ્‍યાન સુખી જીવનની શુભકાનો આઠવી હતી

ખાતે વિદાય સમારંભ દરમ્‍યાન કનુભાઈ પરમારે જણાવ્‍યુ હતુ કે, મારા જીવનનો આર્દશ ડો. બાબા સાહેબ આંબેડકર હોય, અને મારો શોખ રાષ્ટના હિતમાં જનસેવા કરવાનો છે અને મારો જીવન મંત્ર ૅમમ જીવનમ રાષ્‍ટ્રમ સમર્પિતમ) છે તેવા ઉમદા વિચારો સાથે કનુભાઈ પરમારે ધ્રોલ પોલીસ મથકે એ.એસ.આઈ. તરીકે નિવળતી લેતા પોલીસ વિભાગમાં મારે ખોટ પડશે તેવો અનુભવ જોવા મળ્‍યો હતો

(1:43 PM IST)