<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

જય શ્રી રામના નારા... સાથે ધ્રોલની બજારો ગુંજી ઉઠી : ધ્રોલ હિન્‍દુસેના દ્વારા ભવ્‍ય શોભાયાત્રા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ૭: આજે ભગવાન શ્રી રામના જન્‍મોત્‍સવ નિમિત્તે હિન્‍દુ સેના દ્વારા શ્રી રામજન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમા મનોકામના સિધ્‍ધ હનુમાનજી મંદિરના મહંત શ્રી નરસીદાસ બાપુ અને ભુદેવના મંત્રોચારથી થયુ હતું. આતકે ગાંધીચોક ખાતે ભાજપ દ્રારા લીંબુ સરબત સ્‍ટેન રાખવામા આવ્‍યું હતું, 

જામનગર જીલ્લા પ્રમુખ વિનુભાઇ ભંડેરી, ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઇ કોટેચા, સુરેશભાઈ ગોસાઈ ધ્રોલ નગરપાલિકા કારોબારી અધ્‍યક્ષ, ગૌરવ મહેતા હિન્‍દુસેના પ્રમુખ, રસીકભાઇ ભંડેરી, નવલભાઇ મુંગરા, પ્રદિપસિંહ જાડેજા, વિરમભાઇ વરુ, કારાભાઈ વરુ, લખમણભાઇ બાંભવા, સંજયસિહ જાડેજા, ગોવિંદભાઈ દલસાણીયા, બ્રિજરાજસિંહ જાડેજા, મહેશભાઈ ચીખલીયા, ડાયાભાઈ વરુ, છેણાભાઈ વરુ, ચંદ્રેશ ભંડેરી, સહિત આગેવાનો શોભાયાત્રામાં જોડાયા ધ્રોલ શહેર તથા તાલુકાના રાજકિય, સામાજીક અગ્રણીઓ તથા નગરજનો એ હાજરી આપી હતી. શોભાયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરવામા આવ્‍યુ હતુ, શોભાયાત્રા પુર્ણ થયે તમામ ભકતોને હિન્‍દુસેના દ્રારા મહાપ્રસાદનું આયોજન કરવામા આવેલ હતું.

(1:51 PM IST)