News of Monday, 7th April 2025
માધવપુર ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્રઃ ભુપેન્દ્રભાઇ .
એક તરફ શ્રીરામ જન્મોત્સવની દિવ્યતા અને બીજી બાજુ ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ઉત્સવની ભવ્યતા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે માધવપુરનો મેળો ખુલ્લો મુકાયોઃ યાત્રીઓની સુવિધા સહિત ૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ઘેડ પંથકમાં ક્ષાર નિયંત્રણની ગંભીર સમસ્યા નિવારવા સરકારે બજેટમાં ૭પ કરોડ ફાળવ્યા છેઃ રાજય સરકાર આ કામગીરી વહેલી તકે શરૂ કરે તેવો મને વિશ્વાસઃ ડો.મનસુખભાઇ માંડવીયા કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને ક્રાફટ બજારના આયોજનથી લોકો માધવપુરના મેળાથી વધુ નજીક આવ્યાઃ મુળુભાઇ બેરા

પોરબંદર, તા., ૭: માધવપુરના રાષ્ટ્રીય ભાતીગળ મેળાને ગઇકાલે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખુલ્લો મુકીને સંબોધનમાં જણાવેલ કે માધવપુર સદીઓથી ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે. એક તરફ શ્રીરામ જન્મોત્સવની દિવ્યતા અને બીજી બાજુ ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવની ભવ્યતા અદ્ભુત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
દ્વારકાના નાથ ભગવાન શ્રીકળષ્ણના અરુણાચલ પ્રદેશના રુકમણીજી સાથેનો દિવ્ય વિવાહ મહોત્સવ માધવપુરમાં યોજાયો તેની સ્મળતિ ઉત્સવરૂપે દર વર્ષે રામનવમીથી આ મેળો ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુકમણી મંદિર પરિસરમાં રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા યાત્રી સુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ પ્રસંગે કહ્યું કે, માધવપુરનો મેળો શ્રીરામ અને શ્રીકળષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક છે. એક તરફ શ્રીરામના જન્મોત્સવની દિવ્યતા છે અને એક તરફ ભગવાન શ્રીકળષ્ણના લગ્ન ઉત્સવની ભવ્યતા છે. તેમણે ઉમેર્યું કે માધવપુરનો મેળો એ માત્ર ધાર્મિકોત્સવ જ નહિં, પરંતુ આપણી એકતા, સાંસ્કળતિક વિરાસત અને પરસ્પરના પ્રેમનું જીવંત પ્રતિક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ જણાવ્યું કે, ભગવાન શ્રીકળષ્ણના પヘુિમ પ્રદેશ અને રુકમણીજીના પૂર્વોત્તર ભારતની સંસ્કળતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કળતિક ચેતનાનું કેન્દ્ર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ આપ્યો છે તે આવી મેળા સંસ્કળતિમાં અલગ-અલગ પ્રદેશોની સાંસ્કળતિક પ્રસ્તુતિ, ખાન-પાન વ્યંજનો, હસ્તકલા કારીગરી વસ્તુઓના આદાન-પ્રદાનથી ભલિભાંતિ સાકાર થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇએ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ મેળો માત્ર સાંસ્કળતિક પ્રવળત્તિ કે લોકકલાને માણવાનો અવસર નહિં પરંતુ બીચ સ્પોર્ટ્સ જેવી સાહસિક રમતોની સ્પર્ધાનો ઉત્સવ બને તેની પણ કાળજી લીધી છે તેમ ઉમેર્યું હતું. તેમણે ગાંધી જન્મભૂમિ પોરબંદર, સોમનાથ, દ્વારકા અને માધવપુર આખોય વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરીઝમ બની રહ્યો છે તેની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ સ્થળોએ વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા રાજ્ય સરકાર કનેક્ટિવિટીને વધુ સંગીન બનાવી રહી છે. આ હેતુસર પોરબંદર એરપોર્ટનું વિસ્તરણ તથા રન-વે વિસ્તળતિકરણ તેમજ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે માટે આ વર્ષના બજેટમાં નાણાંકીય જોગવાઈ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, મણીપુર, અરુણાચલપ્રદેશ વગેરેના કલાકારોએ કરેલી પ્રસ્તુતિ અને ગુજરાતના કલાકારોની કલા પ્રસ્તુતિના સમન્વયેને બિરદાવ્યો હતો.
માધવપુરના મેળામાં ઉપસ્થિત કેન્દ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવિયાએ રામનવમીના પાવન અવસરે માધવપુરની પવિત્રભૂમિ પરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઘેડ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ અને ભરતીપૂરની ગંભીર સમસ્યા નિવારવા માટે સરકારે બજેટમાં રૂપિયા ૭૫ કરોડ જોગવાઈ કરી છે અને રાજ્ય સરકાર આ કામગીરી જલ્દીથી શરુ કરશે એવો મને વિશ્વાસ છે તેમ જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વેડ ઇન ઇન્ડીયાના વિઝન માટે માધવપુર દેશનું ઉત્તમ સ્થળ બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવું કે માધવપુરમાં તો સદિઓ પહેલા ડેસ્ટીનેશન વેડીંગ થયું હતું અને તેના માનમાં આ મેળાનું આયોજન આપણે દર વર્ષે કરીએ છીએ. આપણે માધવપુરને પણ ભારતના શ્રેષ્ઠ ડેસ્ટીનેશ વેડીંગ સ્થળ તરીકે વિકસાવી શકીએ તેમ છીએ.
માધવપુરના મેળાના ઉદઘાટન સમારંભમાં રાજ્યના સાંસ્કળતિક બાબતો અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. તેમણે આ વર્ષે પ્રથમવાર રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત સોમનાથ, દ્વારકા જેવા સ્થળોએ પૂર્વોત્તર પ્રદેશના કલાકારોની સાંસ્કળતિક પ્રસ્તુતિ અને ક્રાફ્ટ બજારના આયોજનથી વધુને વધુ લોકોને માધવપુર મેળાનો નજીકથી પરિચય થયો છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
આ મેળાના પ્રારંભ અવસરે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ભગવાનજીભાઇ કરગઠીયા, દેવા ભાઇ માલમ, મુખ્ય સચિવ પંકજ જોષી, યુવકસેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિના અગ્ર સચિવ એમ. થેન્નારસન, પ્રવાસન અગ્ર સચિવ ડો. રાજેન્દ્ર કુમાર તેમજ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ કલેકટર એસ. ડી. ધાનાણી, એસ.પી ભગીરથ સિંહ જાડેજા, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, પુર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી,અને જિલ્લા-શહેરના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પરેશ પારેખ
પોરબંદર
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
