News of Monday, 7th April 2025
ગુંદરણ-હરિપર રોડ ઉપરના નવા બ્રિજનું ખાતમુહૂર્ત
જૂનું સિચાઈ વિભાગનું પત્થરનું સ્ટ્રક્ચર જોખમી બની ગયું હતું હવે આઠ ગાળાનો સેતુ બનશે

સાવરકુંડલા, તા.૭: લિલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના ઉદેશ્ય સાથે ૨૫૦ લાખના ખર્ચે ગુંદરણ - હરિપર રોડ ઉપરના. નવા બ્રિજનું ખાત ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ કર્યું છે. આ નવી સગવડથી ગામના લોકોની રાહત તથા આજુબાજુના વિસ્તારોમાં જનસાધારણ માટે નવા રસ્તાના દરવાજા ખોલી રહ્યા છે. આ બ્રિજથી ગામોના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ઉપરાંત, ખેડૂતોને પણ પોતાના ખેતરોમાં જવા-આવવા માટે સરળતા રહેશે આ પ્રસંગે ધારાસભ્યશ્રી કસવાલાએ જણાવ્યું હતું. આ બ્રિજથી સ્થાનિકોના પરિવહનને સરળ બનાવવા સાથે વિસ્તારની પ્રગતિનો સેતુ બનશે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ભીખાભાઈ ધોરાજીયા, તાલુકા ભાજપ પ્રમુખ જિજ્ઞેશભાઈ સાવજ, જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ દુધાત, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કાનજીભાઈ નાકરાણી, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભનુભાઈ ડાભી, મહામંત્રી ગૌતમભાઈ વીંછિયા, લીલીયા સરપંચ જીવનભાઈ વોરા, ગુંદરણ સરપંચ પ્રતિનિધિ નિર્મલભાઈ ખુમાણ, પરેશભાઈ પાડા, હિતેશભાઈ પરમાર, રતિભાઈ રાખોલીયા, રમેશભાઈ કાછડિયા અને મનસુખભાઈ ઝીંઝુવાડિયા જેવા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ગ્રામજનોએ આ વિકાસ કાર્ય બદલ ધારાસભ્યશ્રી કસવાલાનો આભાર માન્યો હતો. તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ યાદીમાં જણાવ્યું છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
