<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

માધવરાયજીના શ્રધ્‍ધાભેર દર્શન કરીને ધન્‍યતા અનુભવતા ભુપેન્‍દ્રભાઇ પટેલ

 

 પોરબંદર, તા.,૭ : મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે મેળાના ઉદઘાટન પૂર્વે  માધવપુરના  શ્રી માધવરાયજી મંદિરે ભગવાન માધવરાયજીના દર્શન કરી, ભગવાનના શ્રી ચરણોમાં પુષ્‍પ અર્પણ કરી ધન્‍યતા, દિવ્‍યતા અનુભવી હતી.

ચૈત્ર મહિનાની રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસીય માધવપુરનો અલૌકિક  લોકમેળો યોજવામાં આવે છે. મેળાના ઉદઘાટન પૂર્વે મુખ્‍યમંત્રી શ્રી એ માધવરાયજીના મંદિરમાં ભગવાનના દર્શન કરી ગુજરાતના લોકોની સુખાકારી અને કલ્‍યાણ માટે પ્રાર્થના કરી હતી. મુખ્‍યમંત્રીએ ભક્‍તજનોનું અભિવાદન જીલી રામનવમી તેમજ ભગવાન શ્રીકળષ્‍ણના લગ્ન ઉત્‍સવ પ્રસંગે સૌને શુભકામના પાઠવી હતી.

   મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શ્રી માધવરાયજી મંદિર મુલાકાત,દર્શન વેળાએ તેમની સાથે જિલ્લા પ્રભારી મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા, રાજ્‍યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્‍ય  અર્જુનભાઈ મોઢવાડિયા, ભગવાનજીભાઈ કરગઠીયા સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:25 PM IST)