વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો પ્રચાર વેગવંતો : ભૂપત ભાયાણીએ કહ્યું -ઈટાલિયાનું રાજકિય આત્મઘાતી પગલું
ભૂપત ભાયાણીએ આકરા પ્રહાર કરતા કહ્યું પેરાશૂટ ઉમેદવાર અહીથી ચૂટણી જીતી જાય એવું દૂર દૂર સુધી મને નથી લાગતું.

વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત હજુ થઈ નથી ત્યાં થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાની જાહેરાત કરી દીધી છે. અત્યારે ગોપાલ ઈટાલિયા પૂરજોશમાં વિસાવદરમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે ભૂપત ભાયાણીએ તેમના પર આકરા પ્રહાર કર્યા છે.જેમાં તેમણે કહ્યું છે કે, પેરાશૂટ ઉમેદવાર અહીથી ચૂટણી જીતી જાય એવું દૂર દૂર સુધી મને નથી લાગતું.
ભૂપત ભાયાણીએ જણાવ્યું કે, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિએ કોઈપણ સીટ ઉપરથી ચૂંટણી લડવાનો અધિકાર હોય છે છૂટ હોય છે. અમારી વિધાનસભા ક્ષેત્રમાં કોઈપણ પાર્ટી કોઈપણ ઉમેદવારને ચૂંટણી લડાવે અને જીતી જાય એવું બનવાનો બિલકુલ અવકાશ નથી. કેમ કે ગોપાલભાઈની અહીંયા જન્મભૂમિ નથી અને કર્મભૂમિ પણ નથી અહીંયા રહીને લોકોને સેવા બિલકુલ કરી નથી. અમારી જનતા ખૂબ જ અત્યારે આમ જોઈએ તો કાબેલ જનતામાં અમારી જનતાની ગણતરી થાય છે. સમગ્ર ગુજરાતમાં તો અમારી જનતા એટલી બધી સમજદાર છે કે, આવકાર આપશે માન સન્માન આપશે પણ મત દેવાની વાત આવે પોતાનો નેતા છૂટવાની વાત આવે તો અમારી જનતાને કાળી રાતે ઉઠીને આવે એવા નેતાની જરૂર છે. જમીન સાથે જોડાઈને રહે અને પોતાની જે કામગીરી હોય એ કામગીરી પોતાના ખભા ઉપર લઈ લઈએ એવા નેતાની જરૂર છે નહીં કે કોઈ પેરાશૂટ ઉમેદવાર આવે કોઈ પણ પાર્ટી પેરાશૂટ ઉમેદવાર મૂકે અને એ પેરાશૂટ ઉમેદવાર અહીથી ચૂટણી જીતી જાય એવું દૂર દૂર સુધી મને નથી લાગતું. ગોપાલભાઈ અહીંથી ચૂંટણી જાય એવું માનવાની બિલકુલ જરૂર નથી.
તેમણે વધુમાં કહ્યું કે, ઉલટફેર થવાની કોઈ સંભાવના નથી. તો છેલ્લી ત્રણ ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારથી ચૂંટણી નહોતા જીતી શક્યા તો એનો સીધો જ મતલબ છે કે પ્રજા આ વખતે થોડું અલગ કરશે જનતા અલગ કરશે અને શાસનની સાથે રહેશે સત્તાની સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે. ભરતભાઈ પટેલ ચૂટણીના હારવાના જે કારણો હતા એ કારણો પણ દર્શાવે છે કે, જનતા એને પેરાશૂટ તરીકે ઓળખાતા અને પેરાશૂટ ઉમેદવારને અહીંથી ચૂંટણી નહતી જીતાવી.
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસની ચિંતા વધી કે ઘટી એ વિષય ઉપર હું નથી જાણતો પણ સ્વાગત કરવું તિલક કરવી બાળાઓ તિલક કરતી હોય છે એ તો એક સન્માન છે કોઈપણ વ્યક્તિનું સન્માન અમારા ભારતીય જનતા પાર્ટીના પણ કોઈ પણ ઉમેદવાર હશેને ચૂંટણી પ્રજા દરમિયાન એમનું પણ ઢોલનગારાથી જનતા સ્વાગત કરવાની છે. એમને પણ કુમકુમ તિલક કરવાની છે તો એનાથી એ એવું ન માની શકાય કે એમની જીત થાય ગોપાલભાઈ ઇટાલિયાનું અહીંથી ચૂંટણી લડવી એ મારા રાજકીય ગણિત મુજબ આત્મઘાતી પગલું કહી શકાય અહીંયાથી ચૂંટણી જીતવી એ એમના માટે નહીં પણ કોઈપણ એવા કે જે અહીંયા જન્મભૂમિ નથી અને કર્મભૂમિ પણ નથી એવો કોઈપણ વ્યક્તિ અહીંથી જીતી જાય એવું મને નથી લાગતું.
તેમણે વધુમાં કહ્યું કે, જનતા પણ અત્યારે મન બનાવી લીધું છે કે કોઈ પણ ઉમેદવાર આવે અમારે જ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવું છે એવું જનતાએ જ મન બનાવી લીધું છે અને અમારા વિસ્તારમાં ઘણા એવા ખેડૂતોના પ્રશ્નો છે ખેડૂતોનો વિસ્તાર છે અમાર એવા ઘણા પ્રશ્નો છે. લોઢાના ચણા ચાવવાની કોઈ વાત જ નથી અમારા ખેડૂતોને અત્યારે સિંચાઈના પાણીની જરૂર છે સૌની યોજનાના જે નીર છે એ નીર અમે અમારી નદી નાળા સુધી લાવી શકીએ અને અમારા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે. અમારા વિસ્તારમાં ઝાંજેશરી ડેમ છે. સોનાવણી ડેમ છે. રાવતસાગર ડેમ છે એ ત્રણ ડેમો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું છે એ નેવાના પાણી મોભરે પહોંચાડવા જેવી અઘરી વાત છે તો એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશું સરકારની સાથે રહેશું અને અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટાવીને મોકલશું તો જ આવા કાર્યો થવાની પૂરી સંભાવના છે. આજે રોડ રસ્તાનો પણ પ્રશ્ન છે. છેલ્લા ટમથી વિપક્ષના કામો અને સિંચાઈના કામો આ બે મહત્વના કામો છે ને આવનારી ચૂંટણીમાં અમારો એજન્ડા પણ આ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
