<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રાષ્ટ્રીય ધોરીમાર્ગના 119.50 કિમી લાંબા પોરબંદર - ભાણવડ-જામજોધપુર - કાલાવડ સેક્શનને. 1271.02 કરોડના ખર્ચે અપગ્રેડ કરવા કેન્દ્રની મંજૂરી

ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, 8 મુખ્ય પુલ અને 10 બાયપાસ સાથે આ હાઇવેનું અપગ્રેડેશન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.: કેન્દ્રનો આભાર માનતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર : છેવાડાના ગામોને નેશનલ હાઈવે સાથે  જોડવા માટે મોદી સરકારની સૌગાત રૂપે ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 151(K) ના 119.50 કિમી લાંબા પોરબંદર - ભાણવડ-જામજોધપુર - કાલાવડ સેક્શનને રૂ. 1271.02 કરોડના ખર્ચે બે લેન પેવ્ડ શોલ્ડરમાં અપગ્રેડ કરવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.

આ પ્રોજેક્ટ રોડ પોરબંદર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 51 સાથે ભાણવડ, જામજોધપુર અને કાલાવડ અને ત્રણ મહત્ત્વના ધોરીમાર્ગો NH-927K, NH-927D, ND-27 ने કનેક્ટ કરે છે .
  સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું કે છેવાડાના ગામોને નેશનલ હાઈવે સાથે જોડવા માટે મળેલી સૈદ્ધાંતિક મંજૂરી ૧૨ જામનગર - દેવભૂમિ દ્વારકા લોકસભાના વિકાસ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી  અને  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું
ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, 8 મુખ્ય પુલ અને 10 બાયપાસ સાથે આ હાઇવેનું અપગ્રેડેશન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.


 

(8:59 PM IST)