<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

માળીયા (મીં) ના ખાખરેચી ગામે પોલીસનો દરોડો : જુગાર રમતા 8 ઝડપાયા

રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રૂ.૬૭,૭૦૦ સાથે પકડી લેવાયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રૂ.૬૭,૭૦૦ સાથે પકડી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામે જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાના રહેણાંક મકાને રેડ પાડીને સુરેશભાઈ જગજીવનભાઈ પારેજીયા ઉ.વ.૪ર, રહે. ખાખરેચી, દિનેશભાઈ લખમણભાઈ વરસડા ઉ.વ.૫૫, રહે. અણીયારી, ચેતનભાઈ કાંતિલાલ પારેજીયા ઉ.વ.૩૮, રહે. રવાપર ઘુનડા રોડ, બાલાજી ફલેટ નં.૪, મોરબી, મનસુખભાઇ મુળજીભાઈ હુલાણી ઉ.વ.૫૩, રહે. ખાખરેચી, પ્રવિણભાઇ પ્રભુભાઈ કાલરીયા ઉ.વ.૫૦, રહે. રોહિશાળા, કમલેશભાઈ ભાણજીભાઈ માકાસણા ઉ.વ.૪૦, રહે. ખાખરેચી, જીતુભાઇ ધીરજભાઈ પારેજીયા ઉ.વ.૪ર, રહે. રવાપર રોડ, ગજાનંદ સોસાયટી, ફલેટ નં.30ર, અને જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા ઉ.વ.૪૨, ૨હે. ખાખરેચીવાળાને પકડી લઈ રોકડ રકમ રૂ.૬૭,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ, પીએસઆઈ ડી.કે.જાડેજા, પોલીસ હેડ કોન્સ. સુરેશભાઈ પરમાર, સમરથસિંહ ઝાલા, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રાજેન્દ્રસિંહ સોલંકી, નંદલાલભાઈ મકવાણા, વિપુલભાઈ કણઝરીયા રોકાયેલ હતા


 

(1:00 AM IST)