<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

મોરબી સિવિલ હોસ્પિટલમાં સિલિકોસિસના દર્દીઓને હેરાનગતિ થતી હોવાની ફરિયાદ.

નિષ્ણાત તબીબોની નિમણુંક કરવા રજુઆત કરાઈ: સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા હોસ્પિટલ તંત્રને રજૂઆત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા પરિપત્ર જાહેર કરાયો હોવા છતાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં સિલિકોસિસના દર્દીઓનો ચેસ્ટ અને ટીબીની ઓપીડીમાં સારવાર તથા નિદાનમાં હેરાનગતિ થઈ રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ ચેસ્ટ એને ટીબીની ઓપીડીમાં સારવાર તથા નિદાન કરી શકે તેવા નિષ્ણાત તબીબોની નિમણૂક કરવા તથા ગજરાજભાઈ જાધવ નામના દર્દીને બહારથી લખી આપેલી દવાના ખર્ચની રીએમ્બર્સમેન્ટ ચૂકવી આપવા અંગે હોસ્પિટલના અધિક્ષકને રજૂઆત કરાઈ છે

(1:03 AM IST)