<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

…તો કચ્છના રાપર વિસ્તારમાં પીવાના પાણી માટે વલખાં : નર્મદાના રિઝર્વ પાણીના જથ્થાની ચોરી

તંત્ર દ્વારા ગેરકાયદેસર બક નળીઓ દૂર કર્યા બાદ ફરી પાણી ચોરી સમસ્યા રૂપ : પાણી ચોરી રોકવા માટે જિલ્લા કલેકટર સહિત વહિવટી તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી માંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ :  ગઈ પહેલી  એપ્રિલ થી કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલ રિપેરિંગ માટે બંધ કરવામાં આવી છે ત્યારે ચાર દિવસ અગાઉ મામલતદાર રાપર નગરપાલિકા પોલીસ  પીજીવીસીએલ નર્મદા યોજના ના અધિકારીઓ..સરદાર સરોવર યોજના ની ટીમ નર્મદા કેનાલ પર ફતેહગઢ થી નંદાસર સુધી ની કેનાલ પર બક નળીઓ અને એન્જીનો તથા ઈલેક્ટ્રીક મોટર દુર કરવા માટે ગયા હતા ત્યારે બે ચાર જગ્યાએ બક નળીઓ અને એન્જીન દુર કરી ફોટા અને વીડિયો બનાવી સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ માત્ર સાત દિવસ ની અંદર આ રિઝર્વ પાણી મા થી રાત્રીના સમયે ચોરી કરી ખેડૂતો તલાવડી તથા પિયત માટે પાણી પીવડાવી રહ્યા છે ત્યારે મળતી વિગતો તારીખ  ત્રીજી એપ્રિલે ના રાત્રે   અને સવારે સતત પાણી ખેંચવામાં આવી રહ્યા છે  તાત્કાલિક  ચાર એસ આર પી બે રાત  માટે અને બે દિવસ માટે રાખવા તંત્ર દ્વારા પોલીસ ની મદદ લઈને સિંચાઇ માટે પાણી ઉલેચવાનું બંધ કરાવો નહિતો પંદરેક દિવસમાં કેનાલ ખાલી થઈ  જશે , સબંધિત તંત્ર મારફતે જે કાર્યવાહી કરવાની જરૂર હતી તે થઈ નહીં ફકત કાગળના સબ સલામત બતાવી રહ્યા છે  ત્રીજી એપ્રિલ ૨૦૨૫ ના રોજ સાંકળ ૧૧૬ કિમી થી ૧૩૩ કિમી સુધીના બધાજ ગેટ બંધ કરી દીધા હતા  આ તારીખે(૧) સાંકળ ૧૧૬ કિમી એટલે કે શાનગઢ પાસે ૪.૫૦મીટર નું લેવલ હતું આજે તારીખ ૭ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ ફક્ત ૨.૦ મીટર નું લેવલ છે એટલે કે પાંચ દિવસમાં ૨.૫૦ મીટર પાણી સિંચાઇ માટે વપરાય ગયું (૨) સાંકળ ૧૧૯ કિમી પર એટલે કે સેલારી થી શાનગઢ જતા કેનાલ પર આવતા પુલિયા પાસે તારીખ ત્રીજી એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૩.૯૦ મીટર લેવલ હતું જે ઘટીને આજે તારીખ ૭ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ ફક્ત૧.૨૦ મીટર થઈ ગયું છે એટલે કે પાંચ દિવસમાં ૨.૭૦ મીટર વપરાય ગયું (૩) સાંકળ ૧૨૫ કિમી પર એટલે કે કેનાલ પર થાનપર થી શક્તિનગર જવાના પુલિયા  પર ત્રીજી એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૪.૩૦ મીટર નું લેવલ હતું તે  તારીખ ૭ મી એપ્રિલ  ૨૦૨૫ ના રોજ સવારે ફક્ત ૨.૪૦ મીટર થઈ ગયું છે એટલે કે ૧.૯૦ મીટર વપરાય ગયું (૪) સાંકળ ૧૩૩ કિમી એટલે કે નંદાસર પાસે ત્રીજી એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૫.૦ મીટર લેવલ હતું તે ઘટીને આજે તારીખ ૭ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૪.૧૦ મીટર થઈ ગયું છે એટલે કે પાંચ દિવસમા  ૯૦ સે મી લેવલ વપરાય ગયું આમ બધાજ ગેટ બંધ હોવા છતાં બધાજ પુલમાં માતબર લેવલ ઘટી ગયું છે જો આવું ને આવું ચાલશે તો રાપર માટે ફક્ત ૨૦ દિવસમાં પાણી વપરાય જશે એટલે કે લગભગ ૨૫ મી એપ્રિલ ૨૦૨૫ સુધીમાં કેનાલમાં પાણી નહીં હોય , સાંકળ ૦ કિમી થી ૮૨ કિમી સુધીમાં આશરે ૧૪ કરોડના કામો ના ટેન્ડરો ખુલી ગયા છે એકાદ બે દિવસમાં. વર્ક ઓર્ડર આપી દેશે એટલે કોન્ટ્રાકરો એકાદ અઠવાડિયામાં કામો ચાલુ કરી શકશે દરેક કામોની સમય મર્યાદા    બે મહિનાની રાખવામાં આવેલ છે એટલે કે જો ૧૫ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ કામો ચાલુ થાય તો ૧૫ મી જૂન ના પૂર્ણ થાય ૧૫ મી જૂનના પૂર્ણ થયા બાદ કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવે તો કચ્છમાં પહોંચતા બીજા ત્રણ ચાર દિવસ લાગે એટલે કે ત્યાં સુધીમાં રાપર શહેરમાં પીવા માટે પાણી ની મોટી સમસ્યા ઉભી થવાની દહેશત છે માટે હજુ પણ જો વહીવટી તંત્ર દ્વારા  કેનાલમાંથી સિંચાઇ માટે વપરાતા  ચોરી ના પાણી બંધ કરવામાં આવે તો પંદરેક દિવસ વધુ ખેંચી શકાય એટલે કે ૨૦ દિવસ ના બદલે ૩૫ દિવસ સુધી પીવા માટે પાણી ચાલી શકે જો ખેડૂતો હવે કેનાલમાં જથ્થો વધ્યો છે તે રાપર શહેર માટે અનામત રાખવા તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે  આ કચ્છ નર્મદા કેનાલ મા રાપર તાલુકામાં થતી પાણી ચોરી રોકવા માટે જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક વહિવટી તંત્ર દ્વારા પગલાં લે તેવી માંગ ઉઠી છે નહિતર આગામી દિવસોમાં પાણી ની સમસ્યા વિકટ બની શકે તેમ છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(9:38 AM IST)