News of Tuesday, 8th April 2025
પરણિતાનું ફેક ફેસબુક આઇડી બનાવી અભદ્ર લખાણ ફોટા અપલોડ કરનાર વેરાવળ(ભડલી)ના હેમુભાઇ મેરને ત્રણ વર્ષની સજા

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા. ૮: વિછિયા તાલુકાના વેરાવળ ગામના હેમુભાઇ ઉર્ફે અગો બાબુભાઈ મેરનાઓએ વિછિયા ગામની એક પરણિત મહિલાના નામનું ખોટું ફેસબુક આઈ.ડી. બનાવેલ અને તેના સ્ટેટસમાં ફરિયાદી મહિલાના ફોટા તથા અભદ્ર બિભત્સ લખાણવાળી પોસ્ટ વાયરલ કરેલ હતી. જેનો ગુનો જેતે સમયે વિછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો અને કેસ વિછિયા સિવિલ કોર્ટમાં ચાલતા સરકાર તરફે વિદ્વાન સરકારી વકીલ કે.એમ.ચૌધરી તથા ફરિયાદી મહિલા તરફે વિદ્વાન વકીલ વી.વી. રંગપરા તથા એ.આર.ગોસ્વામીનાઓએ ધારદાર દલીલો કરી મહત્ત્વના સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલાં હતા. નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતો અનુસાર ધારદાર દલીલો કરેલ જે ધ્યાને રાખી વિછિયાના મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કળતેષ એન. જોષીએ પડેલ પુરાવાના આધારે ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી હેમુભાઈ મેરને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા ૧૦ હજાર રૂપિયા (અંકે રૂપિયા દસ હજાર પુરા) નો દંડ ફટકારતો હુકમ કરેલ છે. નામદાર કોર્ટેએ હકીકત પણ નોંધેલ હતી કે,સ્ત્રી માટે એનું ચરિત્ર ખૂબ મહત્ત્વનું હોય છે.સ્ત્રીના ચરિત્ર ઉપર આક્ષેપ લગાવવાથીસ્ત્રીના મન તથા આત્મા ઉપર ઉંડો આધાત લાગે છે. કોર્ટના જજ કળતેષ એન. જોષીએ આરોપીના આવા કળત્યને ખૂબ હિન પ્રકારનું ગણાવેલ હતું.(૪૦.૯)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
