તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Tuesday, 8th April 2025
શનિવારે જામજોધપુરના ધુનડા સતપુરણધામમાં શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવ
પુ. જેન્તિરામ બાપાના સાનિધ્યમાં લઘુરૂદ્ર મહાયજ્ઞ પ૦ ગામોનું ધુવાડા બંધ જમણવાર રાત્રે કાન ગોપીનો કાર્યક્રમ છેલ્લા ૧પ દિવસથી આજુબાજુના ગામોમાં જઇ પાટોત્સવ અને ભોજન પ્રસાદ માટે અપાતું જાહેર નિમંત્રણઃ કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા સાંસદ પુનમબેન માડમ ધારાસભ્યો હેમતભાઇ ખવા સહિત રાજકિય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮: પુ. જેન્તિરામ બાપાના દ્વિતીય પુત્ર બ્રહ્મલીન સંતવર્ષ શાસ્ત્રી ભાવેશરામજીના સ્વયન મુર્તિમંત સ્વરૂપ અને સનાતન ધર્મની એક ધરોહર સમાન આસ્થાનું કેન્દ્ર એક એવું સ્થાન કે જયાં સૌરાષ્ટ્રનું પ્રથમ સિધ્ધ પારદ શિવલિંગનું ધુનડાના સતપુરણ ધામ આશ્રમ ખાતે શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.
આગામી તા. ૧ર એપ્રીલને શનિવારના રોજ હનુમાન જયંતિએ આ મંદિરનો પ્રથમ પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવાનું પુ. જેન્તિરામ બાપાના સાનિધ્યમાં આયોજન કરાયું છે. જેમાં યજ્ઞના મુખ્ય આચાર્ય શાસ્ત્રી મહાદેવભાઇ શીલુ (પોરબંદરવાળા) સવારે ૮ કલાક લઘુરૂદ્ર, મહાભિષેક લઘુરૂદ્ર મહાયજ્ઞ પ્રારંભ કરાવશે. આજે સંધ્યા સમયે મહાઆરતી અને રાત્રે ૮ કલાકે ધુનડા અને આજુબાજુના પ૦ ગામોનું ધુવાડા બંધ જમણવાર અને જાહેર નિમંત્રણ રૂબરૂ આપવામાં આવી રહ્યું છે.
અને આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ તેમજ રાજેશભાઇ, હિતેષભાઇ, કમલેશભાઇ કાંતિભાઇ શીલુ અને સમગ્ર સેવક પરિવારોની ટીમો બનાવી આખો વિસ્તાર ધમરોળી ઘરે ઘરે રૂબરૂ આ પાટોત્સવ માટે આવવા લોકોને પરિવાર સાથે લાભ લેવા જાહેર નિમંત્રણ આપવામાં આવી રહ્યું છ.ે
આ પાટોત્સવમાં અતિથી વિશેષ તરીકે સાંસદ પુનમબેન માડમ કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા પુર્વમંત્રી ચીમનભાઇ સાપરીયા ધારાસભ્ય હેમતભાઇ ખવા તેમજ પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ચિરાગભાઇ કાલરીયા જીલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર તેમજ જીલ્લા ભાજપના પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરી મુકેશભાઇ જોષી ઉદ્યોગપતિ નરેન્દ્રભાઇ પટેલ સુરેશભાઇ વસરા કે.ડી. કરમુર અને વિવિધ જ્ઞાતિ સમાજના પ્રમુખો આગેવાનો ઉપસ્થિત રહી આ ધર્મોત્સવનો લાભ લેશે.
રાત્રે ૯-૩૦ કલાકે માંડવા ઘેડ મુરલીધર ગ્રુપ દ્વારા કાન ગોપીનો કાર્યક્રમ રજુ કરવામાં આવશે.
આ ધર્મોત્સવનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને પુ. જેન્તિરામ બાપા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો. ૯૯રપ૮ ૭૮ર૯ર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
