<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

વીજ તંત્ર દ્વારા મોડેલ સોલાર વિલેજ સ્‍પર્ધા : ૧ કરોડનું ઇનામ : રાજકોટના ૨૭ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૨૪૪ ગામો વચ્‍ચે જામશે જંગ

ગામો માટે ટાસ્‍ક ફોર્સની રચના : પ હજારથી વધુની વસ્‍તી ધરાવતા ગામોને આવરી લેવાયા...

રાજકોટ, તા.૮: સમગ્ર વિશ્વ પોલ્‍યુશન મુક્‍ત ગ્રીન એનર્જી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્‍યારે ભારતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતામાં પી.એમ. સૂર્યઘર યોજના, સોલાર રૂફટોપ સહિતની યોજનાઓ કાર્યરત છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત રાજ્‍ય સોલાર રુફટોપ ક્ષેત્રે ભારતમાં પ્રથમ નંબરે છે. રાજ્‍યએ સોલાર રુફટોપના કારણે પાંચ હજાર મેગાવોટથી વધુની પ્રોડક્‍શન ક્ષમતા પ્રાપ્ત કરી ગ્રીન એનર્જી ક્ષેત્રે અન્‍ય પ્રદેશને પણ રાહ ચીંધી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ શહેરો ઉપરાંત, ગામડે ગામડે પણ આ યોજના લોકભોગ્‍ય બને, તે માટે પ્રોત્‍સાહક ‘મોડેલ સોલાર વિલેજ'  સ્‍પર્ધા અમલી બનાવી છે.

આ સ્‍પર્ધા અમલીકરણ અંગે રાજકોટ સ્‍થિત પી.જી.વી.સી.એલ. ની કોર્પોરેટ ઓફિસમાં ફરજ બજાવતા ચીફ એંજિનીયર શ્રી આર.જે. વાળાએ સ્‍પર્ધા અને જનભાગીદારી વિષે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે,  ભારત સરકારના મિનિસ્‍ટ્રી ઓફ ન્‍યુ એન્‍ડ રીન્‍યુએબલ એનર્જી વિભાગ દ્વારા પી.એમ. સૂર્ય ઘર યોજનાના ભાગ રૂપે ૫ હજાર કે તેથી વધુ વસ્‍તી અને રેવન્‍યુ સરહદ ધરાવતા ગામડાઓમાં સૌર ઉર્જાને વેગવંતી બનાવવા ‘મોડેલ સોલાર વિલેજ'  સ્‍પર્ધા અમલી બનાવી છે.

આ સ્‍પર્ધાનો ૧ લી એપ્રિલથી પ્રારંભ થયો છે. આ સ્‍પર્ધા ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ સુધી ચાલશે. ૬ માસ દરમ્‍યાન વધુને વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે, તે માટે દરેક ગામમાં પ્રવળત્તિ હાથ ધરાશે. દરેક જિલ્લામાં સૌથી વધુ રૂફટોપ લગાવી વધુમાં વધુ  સૌર ઉર્જા ઉત્‍પાદન કરશે, તે વિલેજને રૂ. ૧ કરોડ કેન્‍દ્ર સરકાર દ્વારા ઇનામ આપવામાં આવશે. આ ક્રાઈટેરિયા મુજબ પી.જી.વી.સી.એલ સર્કલમાં રાજકોટ જિલ્લામાં ૨૭  ગામોની નોંધણી સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છના ૧૨ જિલ્લાઓમાં ૨૪૪ ગામો વચ્‍ચે પ્રતિસ્‍પર્ધા યોજાશે.

રાજકોટ જિલ્લામાં ૨૭, અમરેલીમાં ૨૧, ભાવનગરમાં ૨૯, બોટાદમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાં ૧૬, ગિર સોમનાથમાં ૩૩, જામનગરમાં ૧૩, જૂનાગઢમાં ૨૭, કચ્‍છમાં ૨૯, મોરબીમાં ૮, પોરબંદરમાં ૭ અને સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૨૦ ગામો નોંધાયા છે. આ ગામોમાં એક ટાસ્‍ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેની આગેવાની ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવશે. વધુને વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે તે માટે પી.જી વિ.સી.એલ.ની ટીમ દ્વારા આઉટરીચ પ્રોગ્રામ તેમજ  ડોર-ટુ-ડોર પ્રચાર-પ્રસારની કામગીરી દ્વારા લોકગગળતિ ફેલાવવામાં આવશે. 

છ માસ પૂર્ણ થયે દરેક જિલ્લામાં જે વિલેજ સૌથી વધુ સોલાર ક્ષમતા ધરાવતો હશે, એ વિલેજને મોડેલ વિલેજ તરીકે સીલેક્‍ટ કરવામાં આવશે. ત્‍યાર બાદ એમ.એન.આર.ઈ. ની ગાઈડલાઈન મુજબ ડી.પી.આર. બનાવી સોલાર સંબંધી આગળ કામગીરી કરવામાં આવશે. જેમાં સરકારી કચેરીઓમાં રૂફટોપ લગાવવા, કળષિ માટે સોલાર પમ્‍પ, કમ્‍યુનિટી હોલ માટે સોલાર તેમજ લાઈવલીહુડ સોલાર એક્‍ટિવિટી માટે આ ફંડ વાપરી શકશે.

(11:15 AM IST)