<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

ચક્કર આવતાં બાઇક પરથી પટકાતાં કુંકાવાવ જંગરના હરેશભાઇનું મોત

અમરેલીથી હીરા ઘસવાનું કામ પતાવી ઘરે જતી વખતે બનાવઃ સારવાર દરમિયાન રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડતાં વસાણી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૮: વાહન અકસ્‍માતના વધુ એક બનાવમાં એક વ્‍યક્‍તિનું મૃત્‍યુ થયું છે. અમરેલીના કુંકાવાવ તાબેના જંગર ગામે રહેતાં હરેશભાઇ વાલજીભાઇ વસાણી (ઉ.વ.૪૦) નામના યુવાનનું ચક્કર આવતાં ચાલુ બાઇકમાંથી પડી જવાથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ જંગર ગામે રહેતાં હરેશભાઇ વાલજીભાઇ વસાણી (ઉ.વ.૪૦) ગત તા. ૪ના રોજ સાંજે સાડા છએક વાગ્‍યે અમરેલીથી ટુવ્‍હીલરમાં પોતાના ગામે જઇ રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં માંગવાપાળ ગામ પાસે એકાએક ચક્કર આવતાં કાબુ ગુમાવતાં બાઇક પરથી પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દીધો હતો. 

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ અમરેલી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર હરેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. અમરેલી હીરા ઘસવાની મજુરી કરતાં હતાં. કામેથી ઘરે આવતી વખતે બનાવ બન્‍યો હતો. આધારસ્‍તંભ સ્‍વજનના મૃત્‍યુથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો

(1:02 PM IST)