<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

મોરબી તાલુકા પોલીસે દેશી બંદૂક સાથે યુનીસ સુમરાને ઝડપી લીધો

તસ્‍વીરમાં બંદૂક સાથે પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીર-પ્રવીણ વ્‍યાસ મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૮: મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મંદિર આગળ જામનગર માળિયા હાઈવે ગોલાઈ પાસેથી પોલીસે એક ઈસમને ગેરકાયદે હાથ બનાવટના કટ્ટા સાથે ઝડપી લીધો હતો.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોડપર ગામની સીમમાં મહાદેવ મંદિર આગળ જામનગર માળિયા હાઈવે ગોલાઈ પાસે એક ઇસમ હથિયાર સાથે શંકાસ્‍પદ હાલતમાં ઉભો હોવાની બાતમી મળી હતી જેથી ટીમે સ્‍થળ પર રેડ કરી આરોપી યુનીશ જુસબ સુમરા (ઉ.વ.૪૯) રહે સુમરા સોસાયટી, મોરબી વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટનો કટ્ટો કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આર્મ્‍સ એક્‍ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(1:31 PM IST)