<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

સુરેન્‍દ્રનગરના અખિયાણાની સીમમાંથી પરપ્રાંતીય યુકવનો મૃતદેહ મળ્‍યો

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૮ : પાટડી તાલુકાના અખિયાણા સીમ વિસ્‍તારમાં એક યુવકનો મળતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્‍યો છે. બજાણા પોલીસની પ્રાથમિક તપાસમાં મળતક યુવકની ઓળખ ઉત્તરપ્રદેશના નેત્રપાલ મૌર્ય (૩૨) તરીકે થઈ છે. તે અખિયાણામાં આવેલી પેપકો ફૂડ ફેક્‍ટરીમાં નોકરી કરતો હતો.

પોલીસના અંદાજ મુજબ મળતદેહ આશરે ૫ દિવસ જૂનો છે. મળતકનું મોત કુદરતી છે કે હત્‍યા થઈ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બજાણા પોલીસે મળતદેહને પ્રથમ પાટડી હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમ માટે ખસેડ્‍યો હતો. ત્‍યારબાદ પેનલ પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ હોસ્‍પિટલ ખાતે મોકલવામાં આવ્‍યો છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ઝીંઝુવાડા રણ વિસ્‍તારમાં પણ એક અજાણ્‍યા યુવકનો મળતદેહ કોહવાયેલી હાલતમાં મળ્‍યો હતો. હવે અખિયાણા સીમ વિસ્‍તારમાં બીજો મળતદેહ મળતા વિસ્‍તારમાં ખળભળાટ મચી ગયો છે.

(2:06 PM IST)