તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
જામજોધપુરના વાડી વિસ્તારમાં બોરવેલ હડફેટે ર શ્રમિકના મોતથી અરેરાટી

જામજોધપુર, તા. ૯ : જામજોધપુર નજીક વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક બોરવેલ ચાલકે પરપ્રાંતીય બે શ્રમિકોને કચડી નાખતાં બંનેના અંતરિયાળ મળત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
જામજોધપુરમાં વાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક વાડીમાં બોરવેલ નું કામ ચાલી રહ્યું હતું, અને અંદાજે ૧૫૦૦ ફૂટબોર કરવા માટેનું નક્કી કરાયું હતું, જેમાં એક બોરવેલ મારફતે ૧૦૦૦ ફૂટ ઉંડો બોર કરી લેવાયો હતો, પરંતુ તેના વધારાના ૫૦૦ મીટરના પાઇપ ઘટતાં અન્ય બોરવેલ ને બોલાવવામાં આવ્યો હતો.
તે દરમિયાન પાછળથી આવેલા બોરવેલ ના ચાલકે અગાઉના બોરવેલ માં કામ કરી રહેલા બે શ્રમિકો ભંગી આસારામ સેનાની (ઉંમર વર્ષ ૧૫) તેમજ રીતેશ દેવીસિંગ નારગાવે (ઉંમર વર્ષ ૧૯) કે જેઓ બંને મધ્યપ્રદેશના વતની છે, અને નિંદ્રાધીન અવસ્થામાં હતા, જે દરમિયાન રાત્રિના અંધારામાં બોરવેલ હેઠળ બંને ચગદાઈ ગયા હતા.
જામજોધપુરની પોલીસ ટુકડી બનાવના સ્થળે પહોંચી છે, અને બંને શ્રમિકોના મળતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે બોરવેલ ના ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. (૯.૧૦)
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
