News of Wednesday, 9th April 2025
રાજકોટ ના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ સગપરીયા સામેના રૂા. રપ કરોડના માનહાની કેસમાં વચગાળાના સ્ટેની અરજી રદ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા. ૯ : રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ સગપરીયા સામેના રપ કરોડના માનહાની કેસમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાની વચગાળાના સ્ટેની અરજી રદ કરતો ગોંડલ કોર્ટ હુકમ કર્યો છે.
ગત તા. રર-૧ર-રર ના રોજ રીબડા ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજના આગેવાનો એ હાજર જનમેદની વચ્ચે વકતવ્યો આપ્યા હતા અને જનમેદનીમાંથી પણ અમુક વ્યકિતઓએ વકતવ્યો આપ્યા હતા.
જેમાં સ્ટાન્ડાર્ડ એગ્રો એન્જીનીયર્સ રાજકોટ વાળા અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ભગવાનજીભાઇ સગપરીયા એ પણ વકતવ્ય આપ્યું હતું. હતા. આ સભાના ત્રણેક માસ બાદ રીબડા અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા દ્વારા તેમના એડવોકેટ દિનેશભાઇ પાતર ગોંડલ વાળા મારફત ગોવિંદભાઇના વકતવ્યથી અનિરૂધ્ધસિંહ જાડેજાની બદનક્ષી થઇ છે. તે બદલ રૂા. રપ કરોડનુ઼ વળતર મળવા બદલ નોટીસ આપવામાં આવેલી અને એ નોટીસનું પાલન કરવામાં નહીં આવે તો ફોજદારી રાહે ફરીયાદ કરવાની તાકીદ કરવામાં આવી હતી જે નોટીસ સામે ગોવિંદભાઇએ તેમના એડવોકેટ નિરંજયભાઇ એસ. ભંડેરી ગોંડલવાળા મારફત જવાબ વાંધો મોકલી તેની સામે કરવામાં આવેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવવામાં આવેલ અને નોટીસની હકીકતો સાથે ભારતીય દંડ સહિત ૧૮૬૦ની કલમ ૪૯૯,પ૦૦ ની જોગવાઇ જોવા આવે તો ગોવિંદભાઇના વકતવ્યથી અનિરૂધ્ધસિંહ જાડેજાની બદનક્ષી થયાનું કહી શકાય નહીં દરેક ભારતીય નાગરિકને વાણી સ્વતંત્રતાનો હકક મળેલ છે. તેમ છતાં અનિરૂધ્ધસિંહ દ્વારા કોઇપણ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો ગોવિંદભાઇ સગપરીયા દ્વારા કાયદાકીય જવાબ આપવામાં આવશે અને બચાવ કરશે વગેરે હકિકતો જણાવવામાં આવી હતી.
ત્યારબાદ અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા એપ્રિલ-ર૦ર૩ માં ગોંડલ સિવિલ કોર્ટમાં ગોવિંદભાઇ વિરૂધ્ધ બદનક્ષી બદલ રૂા. રપ કરોડનું વળતર મેળવવા દિવાના દાવો દાખલ કરવામાં આવેલ અને આ દાવો ચાલે ત્યાં સુધી ગોવિંદભાઇ તેની મિલ્કતોનું વેચાણ કરે નહીં તેવા વચગાળાનો મનાઇ હુકમ મળતા અરજી કરવામાં આવેલ તે દાવાની સમન્સ નોટીસ ની બજવણી થતા ગોવિંદભાઇ સગપરીયા તેના એડવોકેટ નિરંજયભાઇ એસ. ભંડેરી મારફત ગોંડલ કોર્ટમાં હાજર થયા અને દાવો તથા મનાઇ હુકમ મળવાની અરજી સામે તા. ૮-ર-ર૦ર૪ ના રોજ જવાબ રજૂ કરી તેમાં દાવાની સ્પષ્ટ કબુલ કર્યા સિવાયની હકિકતોનો ઇન્કાર કરેલ છે અને ગોવિંદભાઇ સમાજની સેવા કરવા સહિતની વિવિધ દલીલો પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હતી. ગોવિંદભાઇએ દેશના કાનૂન પર ભરોસો અને વિશ્વાસ હોવાનું અને તેમની સામેના દાવામાં જરૂર સફળતા મળશે અને સત્ય અને ન્યાયનો વિજય થશે તેમ જણાવવામાં આવ્યું હતું.
આખરે અનિરૂધ્ધ જાડેજા દ્વારા માંગવામાં આવેલ વચગાળાના મનાઇ હુકમની અરજી સાંભળવા ઉપર આવતા ગોવિંદભાઇ સગપરીયાના એડવોકેટ નિરંજયભાઇ એસ. ભંડેરી દ્વારા વાદીનો મનાઇ હુકમ માટે પ્રથમ દર્શનીય કેસ ન હોય સમતુલાની દાંડી વાદીની તરફેણમાં ન હોય તેમજ વાદીને નાણામાં ન આપી શકાય તેવું કોઇ નુકશાન થવા કોઇ સંભવ ન હોય તે સિવાય કાયદા અને હકિકત મુદ્દાઓ ઉપર વિસ્તૃત દલીલો કરી વાદી અનિરૂધ્ધસિંહ જાડેજાનો વચગાળાના મનાઇ હુકમ માટે યોગ્ય કેસ ન હોવાની રજુઆત કરતા તે દલીલો સાથે સહમત થઇ ગોંડલના એડી સીનીયર સિવિલ જજ આર્ય રામ કુમારે અનિરૂધ્ધસિંહ દ્વારા માંગવામાં આવેલ વચગાળા મનાઇ હુકમની અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે. ઉદ્યોગપતિ ગોવિંદભાઇ સગપરીયા તરફે ભંડેરી અડવોકેટસ ગોંડલના એડવોકેટ નિરંજયભાઇ એસ. ભંડેરી, પ્રજ્ઞાબેન એન. ભંડેરી, શિવલાલભાઇ પી. ભંડેરી, અને રવિરાજ પી. ઠકરાર રોકાયા હતા.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
