<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

આજે ગુજરાત માટે ઓરેન્‍જ એલર્ટઃ કાલથી કોઇ એલર્ટ નહી

હવે ક્રમશઃ ગરમીની રૌદ્રતા ઘટતી જશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૯ :.. આઇ એમડી દ્વારા ગઇકાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છને રેડ એલર્ટ દર્શાવાયેલ હતા. જયારે આજે રાજયને ઓરેન્‍જ એલર્ટની કેટેગરીમાં દર્શાવાયેલ છે. આવતીકાલ માટે આઇ એમડી દ્વારા યલો એલર્ટ ગઇકાલે દર્શાવાયેલ પરંતુ તેમાં ફેરફાર સાથે આવતીકાલ માટે રાજયમાં એલર્ટની બાદબાકી સાથે નોર્મલ ગરમી દર્શાવતી ફોર કાસ્‍ટ જોવા મળે છે. જે દર્શાવે છે કે, ગરમીની રૌદ્રતા ક્રમશઃ ઘટતી જશે. ઉનાળો છે એટલે ગરમી તો રહેવાની જ પરંતુ તેની અચાનક વધેલી ભીષણ  રૌદ્રતા હવે દૂર થવાની સંભાવના રહે છે.

સ્‍કાયમેટના પ્રેસિડેન્‍ટ અને વાઇસ પ્રેસિડેન્‍ટ  દ્વારા વિવિધ સોશ્‍યલ માધ્‍યમાં રીલીઝ કરાયેલ, વર્ષ ર૦રપ નું ચોમાસુ કેવું રહેશે ? તે અંગેની મહત્‍વની ફોર કાસ્‍ટમાં ઓણસાલનું આવનારૂ ચોમાસુ નોર્મલ અર્થાત સારૂ રહેવાની સાથે જુમાં ચોમાસાનો પ્રારંભ અમુક અંશે થોડો નબળો પણ જૂલાઇ ઓગસ્‍ટમાં ભરપુર વરસાદ સાથે તે ઘટ દુર થવાનું  જણાવાયું છે. આઇ એમડી દ્વારા આગામી ચોમાસુ કેવું રહેશે ? તેની જાહેરાતની રાહ જોવાઇ રહી છે.

(12:19 PM IST)