<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરો તાપઃ જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

આખો દિવસ અસહ્ય ઉકળાટઃ બપોરના સમયે મહત્તમ તાપમાન વધતા રસ્‍તાઓ સુમસામ

રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને મહતતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી જતા  લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

છેલ્લા ઘણા દિવસોથી મહત્તમ તાપમાન સતત ઉંચુ જઇ રહ્યુ છે. જેના કારણે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઇ ગયુ છે. બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ થઇ જાય છે.

સુરેન્‍દ્રનગરમાં સૌથી વધુ ૪૪.૮ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે રાજકોટ, અમરેલી, જુનાગઢ અને કેશોદમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર જતા લોકો અકળાઇ ઉઠયા હતાં. બપોરના સમયે તો આકાશમા઼થી આગ ઝરતી હોય તેમ આ તમામ શહેરો અગનભઠ્ઠી બન્‍યા હતાં.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટ યથાવત છે. રાજકોટમાં કાલે તાપમાન ૪૪ ડીગ્રીએ પહોંચતા લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં.

બપોરના સમયે લોકો આકરા તાપથી હેરાન-પરેશાન થાય છે. અસહ્ય તાપના કારણે શહેરના રસ્‍તાઓ સુમસામ થઇ ગયા હતા. અને લોકો ઘરની બહાર નિકળવાનું ટાળે છે. અને એસી તથા પંખાના સહારે ઘરની અંદર રહે છે. આવી જ સ્‍થિતિ આજે અમરેલી અને જુનાગઢ વિસ્‍તારમાં પણ જોવા મળી હતી. આજે રાજયના આઠ શહેરમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર પહોંચી ગયો હતો.

કયાં કેટલી ગરમી?
સુરેન્દ્રનગર    ૪૪.૮
રાજકોટ    ૪૪.૦
અમરેલી    ૪૩.૮
મહુવા        ૪૩.૪
કંડલા        ૪૩.૪
ડીસા        ૪૩.૧
અમદાવાદ    ૪૩.૦
ભુજ        ૪૩.૦
કેશોદ        ૪ર.૮
જુનાગઢ    ૪ર.પ
વડોદરા    ૪ર.ર
ગાંધીનગર    ૪ર.૦
વલ્લભ વિદ્યાનગર    ૪૧.૮
સુરત        ૪૦.૬

(12:19 PM IST)