<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

બેટ દ્વારકામાં સુપ્રસિધ્‍ધ હનુમાન ડાંડી મંદિરે ભવ્‍યાતિભવ્‍ય રીતે હનુમાન જન્‍મોત્‍સવ

અખંડ રામધુન, આરતી પુજન, મહાપ્રસાદ, ધ્‍વજારોહણ, ભજનસંધ્‍યા

દ્વારકાઃ બેટ માં આવેલું આ હનુમાનજીનું  મંદિર એ પિતળવતનું એકમાત્ર એવું મંદિર છે જ્‍યાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્‍વજજી સાથે બિરાજે છે. સ્‍થાનિક ભક્‍તિભાવમાં આશાસ્‍પદ પ્રતિષ્ઠા એવો આ મંદિર દર વર્ષે હનુમાનજયંતિ નિમિત્તે ભવ્‍ય ઉજવણીનું ભવ્‍ય દર્શનિય સ્‍થળ બનતું હોય છે.

આ વર્ષે શનિવારે ૧૨ એપ્રિલ એટલે પૂર્ણિમાના પાવન દિવસે ઉદય તિથીમાં હનુમાન જયંતીની ભવ્‍ય ઉજવણી થશે. આગામી ૧૧ થી ૧૨ એપ્રિલ સુધી બે દિવસીય અખંડ રામધૂનનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે. ૧૨મી એ હનુમાન જયંતિના દિવસે સવારે ૯ કલાકે વિશેષ પુજન આરતી તેમજ મહા મહાભીષેક સાથે ધ્‍વજારોહિતન થશે. સવારે ૧૧ વાગ્‍યે અન્નકુટ દર્શન મણોતજ્ઞું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. ભક્‍તો માટે ભવ્‍ય ૧૨ કલાકીય અખંડ રામધૂન તેમજ પ્રસાદીનું પણ આયોજન છે.

શ્રી હેમભા વાઢેર (પ્રમુખ, હનુમાન ડાંડી બેટ) એ જણાવ્‍યા મુજબ, બપોરે ૧૨ કલાકે તમામ ભક્‍તો માટે મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્‍યું છે. તદઉપરાંત સાંજે ૦૬ કલાકે હનુમાનજીની મહાઆરતી અને વિશેષ ભજન સંધ્‍યાનો કાર્યક્રમ યોજાએલ છે. (આલાપ ભરતભાઇ બારાઇ, બેટ દ્વારકા)

(12:03 PM IST)