<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

ગોંડલ ધટકની તમામ આંગણવાડી સખી અને સહ સખીની મોડયુલ તાલીમ

ગોંડલઃ એપીએમસી ગોંડલ ખાતે ગોંડલમાં સખી-સહસખી કિશોરીઓને ‘પૂર્ણા મોડયુલ' તાલીમ રાખવામાં આવેલ. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, એપીએમસી ના ડિરેક્‍ટર  જીતુભાઇ જીવાની, એપીએમસી ના વાઈસ ચેરમેન  ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત ગોંડલ ના પ્રતિનિધિ શ્રી ભરતભાઇ ઢોલરિયા તેમજ ગોંડલ-૧ અને ૨ ના બાળ વિકાસ યોજમાં અધિકારી સોનલબેન વાળા, કોમલબેન ઠાકર જિલ્લાના પૂર્ણ કન્‍સલ્‍ટન માલતીબેન, આરસેટી રાજકોટ થી જીગ્નેશભાઈ ગોસ્‍વામી હાજર રહેલ અને તેની ઉપસ્‍થિત ગોંડલ ૧ અને ૨ ના તમામ સેજા ના સુરવાઇઝર વર્ષાબેન ભટ્ટ, પીન્‍ટુબેન દવે, મુક્‍તાબેન ડોબા, નયનાબેન મહેતા, નયનાબેન સિહાર, બંસીબેન સાવલિયા, ચંદાબેન ગોસ્‍વામી, ભાવનાબેન વાંઝા, તેમજ પ્રી સ્‍કૂલ ઇન્‍સ્‍ક્‍ટર ધવલભાઇ પરમાર કળતિબેન દવે, એન એમ સ્‍ટાફ હેતલબેન પટેલ હેતલબેન દુદાણી દ્વારા આ તાલીમ નું આયોજન કરેલ જેમાં પુર્ણા યોજનાની જાણકારી આપવામાં આવી તેમજ પૂર્ણાં શકિતના THR પેકેટ વિશે, વાનગીઓ વિશે, માસિક ચક્ર, સ્‍વચ્‍છતા, દર માસે વજન ઉચાઈ ને BMI વિશે તેમજ સમજ આપેલ. પુર્ણા કન્‍સલ્‍ટન્‍ટ દ્વારા કિશોરીઓને પુર્ણા યોજનાના ઉદેશો અને તેના વધુ લાભો લેવા પ્રેરિત કરેલ. આઈ.ટી.આઈ ના અલગ અલગ કોર્ષ વિશે, સમતોલ આહાર વિશે, સ્‍વનિર્ભર વિશે સમજ આપેલ, એનિમીયા, લીલા શાકભાજીનો ઉપયોગ વિશે સમજાવ્‍યુ, નાની ઉમરે લગ્ન કરવાથી ને નાની ઉમરે માતા બનાવાથી થતાં પ્રોબ્‍લેમ અંગે સમજાવ્‍યું પુર્ણા સખી સહસખી  મોડયુલ ના તમામ મુદાઓને આવરી લેવા આવેલ દરેક કિશોરીઓને ગીફટ આપીને કિશોરીઓનો અભિપ્રાય લેવામાં આવેલ. કિશોરી આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા આરોગ્‍ય તાપસ કરવામાં આવી જેમાં એચચ.બી. બીએમાઈ ની તાપસ કરવામાં આવેલ. પૂર્ણાં કેલેન્‍ડર ની જાણકારી આપવામાં આવી તેમજ આંગણવાડી દ્વારા મળતા વિવિધ લાભો ને સોશિયલ મીડિયા ના માધ્‍યમ દ્વારા વધુ પ્રસાર પ્રચાર કરવા માટે માહિતી આપેલ. પૂર્ણ કિશોરીને કૌશલ્‍યવર્ધક તાલીમ માટે આરસીટી સંસ્‍થા દ્વારા પગભર થવા માટેની તાલીમની માહિતી આપવામાં આવેલ. (તસ્‍વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:10 PM IST)