તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
રિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ : અનંત અંબાણીના જન્મદિવસે પશુપાલકોને મળી ભેટ
ગ્રામ પંચાયત અને પશુપાલકોની વિનંતીના આધારે રિલાયન્સ દ્વારા નવાણિયા ખાતે 5800 ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તાર સાથે નવી ગૌશાળાનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાણિયા ખાતે શ્રી અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનીય છેકે, ફળદ્રુપ જમીન ધરાવતા નવાણિયા ગામના ખેડૂતો માટે વિવિધ પ્રકારના પાકની ખેતી ઉપરાંત પશુપાલન આજીવિકાનો મુખ્ય આધાર છે. અહીંના ગ્રામજનો પેઢીઓથી ખેતી અને પશુપાલન કરે છે.
ગ્રામ પંચાયત અને પશુપાલકોની વિનંતીના આધારે રિલાયન્સ દ્વારા નવાણિયા ખાતે 5800 ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તાર સાથે નવી ગૌશાળાનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે જે 60 થી વધુ ગાયોને આશ્રય આપશે.
શિલાન્યાસ સમારોહમાં શાસ્ત્રી શ્રી રાજેશ રાજ્યગુરુ, રિલાયન્સના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાંધકામ પૂર્ણ થયા બાદ આ ગૌશાળા ગ્રામ પંચાયત અને ગ્રામજનોને સોંપવામાં આવશે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
