તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ગુરૂ-શુક્ર દેવજીદાદા સુરાપુરા ધામ ટંકારા ખાતે મહા યજ્ઞ, મહા પ્રસાદનું ભવ્ય-દિવ્ય આયોજન

રાજકોટઃ હિન્દુ સંસ્કળતિ સનાતન ધર્મની પાવનઘરા ટંકારાના ટોળ-અમરાપર રોક નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુસ્વીર થઇ ગયા. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી છે. સમસ્ત બાબરીયા પરિવારના સુરાપુરાદાદા છે. આ ભવ્ય ઇતિહાસ ઉજાગર થયા અને બાબરીયા સુરાપુરાધામ તરીકે ઓળખાય તેના માટે આગામી કાલે તા. ૧૦/૪/૨૦૨૫ ગુરૂવાર અને તા. ૧૧ શુક્રવારે સતસ બે દિવસ દિવ્ય પ્રસંગ ઉજવાશે.
જેમાં પ્રથમ દિવસે ધજાના સામૈયા, ડાક ડમરૂ કાર્યક્રમ બપોરે અને સાંજે બન્ને - મહા પ્રસાદ ડાક કલાકાર ભરત કુંઢીયા તેમજ બીજે દિવસે મહા યજ્ઞ અને નાત જમણવાર સાથે રાસ ગરબાનું આયોજન રાખેલ છે. આ રાસ ગરબામાં જાણીતા કલાકાર સાગરદાન ગઢવી અને ગોવિંદભાઈ ગઢવી તેમના મધુર કંઠે રાસ ગરબા પીરસસે. દેવજીદાદા સુરાપુરા ધામ અઢારેવરણ અને સમસ્ત કોળી ઠાકોર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. રાજકોટ, પડધરી, ટંકારા, વાંકાનેર, મોરબી આ વિસ્તારના સર્વે લોકોને સાગમટે પઘારવા સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે. તેમ દિપકભાઈ ભનુભાઈ બાબરીયા ની અખબાર યાદીમાં જણાવેલ છે.(૩૮.૩૧)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
