<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ગાંધીધામની નવનીત ગેસ એજન્સીના ગેરકાયદે સંગ્રહ કરાયેલા ૩૦૦ સિલિન્ડરો જપ્ત

ભારે ગરમી વચ્ચે જો બ્લાસ્ટ થાય તો ? ફાયર સેફ્ટીનો અભાવ : ૩ લાખ રૂપિયાના સિલિન્ડરોના જથ્થામાં એચપીસીએલના સેલ્સ મેનેજરની ભૂંડી ભૂમિકા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ :  સરકારી કાયદાનો ભંગ કરી અને જાહેર જનતાને નુકસાન પહોંચી શકે એ રીતે ગેરકાયદે સંગ્રહ કરેલા ૩૦૦ ગેસ સિલિન્ડરો એક સામટા ઝડપી કચ્છના પુરવઠા તંત્રએ સપાટો બોલાવ્યો છે. ભારે ગરમી વચ્ચે રહેણાંક વિસ્તારમાં રખાયેલા આ જથ્થાની પરમીશન ઉપરાંત કોઈ દુર્ઘટના સર્જાય તો આગ હોલવવાના સાધનોનો અભાવ, એચપીસીએલ કંપનીની શંકાસ્પદ ભૂમિકા જેવા અનેક સવાલો સાથે હવે કચ્છનું વહીવટી તંત્ર ફોજદારી ફરિયાદ કરી આકરા પગલાં ભરશે કે કેમ એની ચર્ચા વચ્ચે જાણીએ શું છે હકીકત? કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી પુરવઠા અધિકારી અર્શ હાશ્મી અને રાપર મામલતદાર એચ.બી. વાઘેલા સાથેની ટીમે ચિત્રોડ ગામે એક ગોડાઉનમાંથી ૩૦૦ ગેસ સિલિન્ડરો ઝડપી  પાડ્યા હતા. ગાંધીધામની નવનીત ગેસ એજન્સી દ્વારા ૮ લાખની કિંમતના ગેસ સિલિન્ડરોના આ જથ્થા અંગે પરમીશન ન હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી આ જથ્થો જપ્ત કરાયો છે.

(9:33 AM IST)