News of Thursday, 10th April 2025
ચોટીલાના હોમગાર્ડ જવાન જયદિપ છાપરાએ ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૧૦: ચોટીલામાં જુની પોસ્ટ ઓફિસ પાછળ રહેતાં જયદિપભાઇ જેન્તીભાઇ છાપરા (ઉ.વ.૩૧) નામના યુવાને રાતે ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. જો કે સારવાર બાદ રાતે જ જયદિપભાઇએ રજા લીધી હતી.
સગાના કહેવા મુજબ જયદિપભાઇને સંતાનમાં બે દિકરી છે. પોતે હોમગાર્ડમાં નોકરી કરે છે. કારણ તેઓ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
થાનમાં જીતેશે ફિનાઇલ પીધું
થાનગઢમાં રહેતો જીતેશ ખોડાભાઇ પનારા (ઉ.વ.૧૯) અકળ કારણોસર ફિનાઇલ પી જતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાતાં થાન પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૬)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
