News of Thursday, 10th April 2025
ધ્રોલના ઊંડ-૧ માથી સિંચાઇ માટે કાલે પાણી છોડવામાં આવશે
વિરાણી ખીજડીયા, જાળીયા માનસર, હમાપર, રોજીયા, સોયલ, વાંકીયા, નથુવડલા, માવાપર , મજોઠ ,જામનગરના તમાયણ, ખંભાલીડા, રવાણી ખીજડીયા, ધ્રાંગડા, જોડીયાના લખતર ગામોને તકેદારીના પગલા લેવા નદીના પટમાં અવરજવર ન કરવા આદેશ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૦ : ધ્રોલ ના ઉંડ ૧ ડેમમાં થી સિંચાઇ યોજના થી પાણી છોડવામાં આવશે (ધ્રાંગડા,ખંભાલીડા મોટોવાસ તથા નાનોવાસ, રોજીયા, ખીજડીયા, તમાચણ, હમાપર,સોયલ, વાંકીયા, માનસર વગેરે ગામોના ચેકડેમ ભરવા મા આવશે
જામનગર જીલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે ઉન્ડ નદી પર ઉંડ-૧ સિંચાઇ યોજના આવેલ છે.જેમાં ઉન્ડ-૧ સિંચાઇ યોજનામાંથી નીચવાસમાં નદીના ચેકડેમમાં સિંચાઇ માટે ૭૦,૦૦ એમ.સી.એફ.ટી પાણી છોડવા સરકારશ્રીમાંથી મંજૂરી મળેલ છે. જે અન્વયે તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ સવારે-૦૭.૦૦ કલાક બાદ ઉન્ડ-૧ ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવશે. આથી નીચવાસમાં આવેલા ગામો (૧) ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા, જાળીયા માનસર, હમાપર, રોજીયા, સોયલ, વાંકીયા, નથુવડલા, માવાપર અને મજોઠ (૨) જામનગર ગ્રામ્યના ગામો તમાયણ, ખંભાલીડા, રવાણી ખીજડીયા, ધ્રાંગડા (૩) જોડીયા તાલુકાના લખતર ગામોને તકેદારીના પગલા લેવા નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત કે ઢોર - ઢાખર સલમત સ્થળે ખસેડી લેવા સાવચત રહેવા આપના સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
