News of Thursday, 10th April 2025
હિટવેવ અંગે એલર્ટ લંબાયુઃ આજે યેલો એલર્ટ
આઇએમડી દ્વારા ગુજરાત ફોરકાસ્ટમાં કરાયો બદલાવ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૦: ભારતીય હવામાન વિભાગ-આઇએમડી દ્વારા હિટવેવ અંગે ગઇકાલે આજના દિવસ માટે કોઇ એલર્ટ નહોતું દર્શાવાયું. પણ ગરમીનું પ્રમાણ અને અન્ય પરીબળોને લઇને આજના માટે ગુજરાત માટે હિટવેવ અંગે યેલો એલર્ટને લંબાવી દેવાયું છે. જો કે આવતી કાલથી ત્રણ દિવસ માટે ક્રમશઃ તાપમાનમાં ર થી ૪ ડીગ્રીનો ઘટાડો નોંધાય તેવી આગાહી કરાઇ છે.
સ્કાયમેટના વીપી મહેશ પલાવત બંગાળની ખાડીમાં ઉદ્દભવેલ લો પ્રેશર સિસ્ટમ જે હવે વેલ માર્ક લો પ્રેશરમાં તબદીલ થયેલ છે. આ પ્રથમ વેલમાર્ક લો પ્રેશર છે. જે ઉત્તર-તરફ ગતિમાન થઇ બંગાળની ખાડીમાંજ નબળુ પડી વીલય પામશે. ગુજરાત અંગે મહેશ પલાવત જણાવે છે કે આજે ગરમી સાથે લૂ ઝરતા પવનોની સ્થિતિ યથાવત રહેવાની છે
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
