News of Thursday, 10th April 2025
પૂ. મુકતાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ ૩૩ જીલ્લાના પ૧૦ બહેનોની નારી સશકિતકરણ માટે નિમણૂક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: ગાંધીનગર ગાંધીનગર મહુડી રોડ પર પેથાપુર ખાતે આવેલ સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ કૈલાશધામ દ્વારા સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મ ગુરૂ દ્વારકાધીશ ના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ નાં આશીર્વાદ અને પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ના માર્ગદર્શન હેઠળ તેમજ ઉષા કપુર નાં પ્રમુખ પદે ગુજરાત નાં ૩૩ જીલ્લાઓ માંથી એક સાથે ૫૧૦ બહેનો ની નિમણૂક આપવામાં આવી.
જુનાગઢ જીલ્લામાં પણ નિમણૂક આપવામાં આવી જુનાગઢ જીલ્લા માંથી પ્રમુખ પદે. કૈલાસ બેન ઉમેશ ચંદ્ર વેગડા. ઉપપ્રમુખ પદે ગીતા બેન બાબુભાઈ મહેતા, મંત્રી. પદે આરતી બેન સંજયભાઈ ભરાડ, મહામંત્રી. સુનીતાબેન પરાગભાઇ સેવક, ખજાનચી રશીલાબેન ચંદ્રકાંતભાઈ તેરૈયા તેમજ કારોબારી સમિતી માં .. વાલીબેન વદર, રૂપલબેન ગઢવી. વર્ષાબેન બોરીસાગર, કંચન બેન દવે, દક્ષાબેન મોઢા, આરતી બેન વાઘેલા, રંજન બેન પાઠક, હિનાબેન મકવાણા. જીજ્ઞાબેન દેસાઈ ની નિમણૂક આપવામાં આવી આ બહેનો સનાતન ધર્મ નો પ્રચાર કરશે. સનાતન ધર્મના તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવશે અને શાષા નું જ્યાં વાંચન થતું હશે તેમાં પણ વ્યવસ્થા સંભાળશે સમાજ જરૂરિયાત ઉભી થશે ત્યારે આરોગ્ય શિક્ષણ નું પણ કામ કરશે નારી સશક્તિકરણ કામ કરશે મંદિરમાં સ્વચ્છ માં પણ મદદ કરશે. (૯.૩ર)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
