<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

જુનાગઢના પ્રજ્ઞાચક્ષુ દિકરીઓનો પ્રવાસ

પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા આયોજન કરાયુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: પ્રજ્ઞા ચક્ષુ ચેરીટેબલ ટ્રસ્‍ટ જુનાગઢ તેમજ સત્‍યમ સેવા યુવક મંડળ ટ્રસ્‍ટ ના સંયુક્‍ત સથવારે રાજસ્‍થાન નો પ્રવાસ કરવામાં આવ્‍યો હતો.

જેમાં પ્રજ્ઞાચક્ષુ અંધ કન્‍યા છાત્રાલયની દીકરીઓ ને સાથે લઈ અને સંસ્‍થાના જવાબદાર હોદેદારો દ્વારા જુનાગઢ થી રામદેવરા (રણુજા) નો પ્રવાસ ગોઠવ્‍યો, જેમાં જતી વખતે બોલબાલા ટ્રસ્‍ટ રાજકોટ ના જયેશભાઈ ઉપાધ્‍યાય દ્વારા ભોજનની સુંદર વ્‍યવસ્‍થા કરી આપવામાં આવી, બાદ રાત્રિ ભોજન અમદાવાદ ખાતે સૌરાષ્‍ટ્ર ધોબી યુવા કમિટીના સભ્‍યો દ્વારા પાંઉભાજી ની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

‘રામદેવરા' માં ‘ભગવાન શ્રી રામદેવજી મહારાજ  સમાધિ મંદિર' ના દિવ્‍ય દર્શન કરી જીવનની ધન્‍યતા અનુભવી. સાથે પોકરણ ગઢ નો કિલ્લો, બાબા બાલકનાથ , પાંચ પીપળીની જગ્‍યા, ડાલીબાઈનું મંદિર, વિરમદેવનું મંદિર, રત્‍નારાયકા નું મંદિર તેમજ જેસલમેર ના ઐતિહાસિક સ્‍મારકો જોયા બાદ રણમાં ઊંટ પરની સવારી માણી આ પ્રકારનો ખૂબ જ આનંદ સાથે પ્રવાસ માણ્‍યો.

ઉપરાંત રામદેવરા રણુજા ખાતે અમદાવાદના શ્રી તુલસીભાઈ જેઠવા તેમજ મનસુખભાઈ યાદવ, ભુપેન્‍દ્રભાઈ યાદવ તેમજ તેમની ઉત્‍સાહી પુરી ટીમ દ્વારા આયોજિત ૧૮ મી, શ્રી રામદેવ ભક્‍તિ ભાગવત કર્થાં મા અમારી સંસ્‍થાના સક્રિય અને ઉત્‍સાહી કાર્યકર ‘ચંપકભાઈ જેઠવા' દ્વારા આમંત્રણ મળતા આ રામદેવપીર કથામાં ભોજન સાથે ‘ભગવાનના ૩૩ જ્‍યોત પાઠના દિવ્‍ય દર્શન' થયા ઉપરાંત ભક્‍તો દ્વારા અંધ દીકરીઓને ખૂબ જ માન-સન્‍માન આપી ને રાજી રોકડ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો હતો.

રામદેવરા રણુજા ધામ માં ‘શ્રી બાબા રામદેવજી મહારાજ ના ૨૨  માં વંશજ શ્રી ભોમસિંહજી' (હાલના મંદિરના ગાદીપતિ) ના દર્શન અને મુલાકાત  સાથે તેમના આશીર્વાદ દરેક ને મળ્‍યા જે અમારા માટે અવર્ણનીય કહી શકાય.

આ પ્રવાસમાં સંસ્‍થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, અલ્‍પેશભાઈ પરમાર, સંતોષબેન મુન્‍દ્રા, ગાયત્રી મંદિરના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી નાગભાઈ વાળા, સુશીલાબેન શાહ , વર્ષાબેન બોરીચાગર , રમાબેન બેસ, ઉષાબેન વાજા, રેખાબેન પરમાર સાથે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ બધાએ રાજસ્‍થાન નો આ પ્રવાસ ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક માણ્‍યો હતો.(૬.૯)

(1:20 PM IST)