<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ભેસાણ પાસે મોરબીના યુવાનને હનીટ્રેપમાં ફસાવનાર શખ્‍સ, યુવતી રિમાન્‍ડ પર

૨ દિવસના રિમાન્‍ડ મળતા અન્‍ય યુવતી સહિતના શખ્‍સોને પકડવા તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: જુનાગઢ જિલ્લાના ભેસાણ પાસે મોરબી તાલુકાના લાલપર ગામમાં રહેતા કરિયાણાના વેપારી ૩૧ વર્ષીય પંકજભાઈ ભરતભાઈ ડઢાણીયાને હનીટ્રેપમાં ફસાવનાર શખ્‍સ તથા યુવતીને પોલીસે શુક્રવાર સુધી રિમાન્‍ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીના વડીયાની જાનવી તેમજ ૪ અજાણ્‍યા શખ્‍સે યુવકને હનીટ્રેપમાં ફસાવી ભેસાણના છોડવડી નજીકથી અપહરણ કર્યું હતું અને બળાત્‍કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ૫૦ લાખની માગણી કરી હતી.

આ ઘટનાની ફરિયાદ થતાની સાથે એલસીબી, ભેસાણ પોલીસ સહિતની ટીમે તપાસ હાથ ધરી ફરિયાદીનો પિતરાઈ

કિશન શાંતિભાઈ સોખરીયા અને મોરબીની પ્રિયા ઉર્ફે પ્રિયંકા હંસરાજ ગીનોયાની ધરપકડ કરી સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો હતો.

દરમ્‍યાન પીઆઈ આર.બી.ગઢવીના માર્ગદર્શનમાં તપાસનીશ પીએસઆઇ આર.એમ. વાળાએ બંને આરોપીને બુધવારે ૫ દિવસના રિમાન્‍ડની માગણી સાથે ભેસાણ કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે આગામી તારીખ ૧૧ એપ્રિલ સવારના ૧૧ વાગ્‍યા સુધી ૨ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા હતા.

આ  બનાવમાં સુલતાનપુર ગામનો માસ્‍ટર માઈન્‍ડ શૈલેષગીરી ઉર્ફે ભાણો ગોસાઈ, વડિયાની જાનવી અને અન્‍ય ૩ શખ્‍સ નાસતા ફરતા હોય તેને પકડવા બંને આરોપીને સાથે રાખી આગળની તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.(૪૦.૨૧)

(1:53 PM IST)