<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

નમસ્‍કાર મહામંત્રની જપ-સાધનામાં સેંકડો ભાવિકો જોડાયાઃ જો પહેચાન ન પાયા નાટીકાની પ્રસ્‍તુતી

જામનગરના તેજપ્રકાશ ઉપાશ્રયમાં રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સુશિષ્‍યા પૂ. શ્રી સંબોધિજી મ.સ. આદિઠાણાના સાંનિધ્‍યે આવતીકાલે ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણક એવમ્‌ હૃદયસ્‍પર્શી નાટિકાનું અનોખું આયોજન

રાજકોટ તા. ૧૦: તેજપ્રકાશ ઉપાશ્રયમાં શ્રી બેંક કોલોની સંઘમાં રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્‍યા પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિઠાણા આયંબિલ ઓળી અર્થે પધારતા જામનગરની ધન્‍ય ધરા પર ધાર્મિક માહોલ સર્જાયો છે.

નિત્‍ય પ્રવચન, તપ-સાધના અને વિવિધ આયોજન અંતર્ગત વર્લ્‍ડ નવકાર ડે અવસરે આયોજિત સામુહિક નમસ્‍કાર મહામંત્રની જપ-સાધનામાં પ૦૦થી વધુ ભાવિકો વિશ્‍વ કલ્‍યાણની શુભ ભાવના સાથે શ્રદ્ધાભાવે જોડાયા હતા અને આત્‍મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. આ અવસરે જામનગરના મેયર બીનાબેન કોઠારી પણ નમસ્‍કાર મહામંત્રની જપ-સાધનામાં ભાવથી જોડાયા હતા.

આજે ૧૦ એપ્રિલના રોજ સવારે ૧૦-૩૦ કલાકે મહાઉપકારી ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણક અવસરે મહાવીર જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી સાથે જામનગરના ટાઉન હોલમાં એક અત્‍યંત ભાવુક અને હૃદયસ્‍પર્શી નાટિકા ‘‘મેં પહેચાન ન પાયા'' પ્રસ્‍તુત કરવામાં આવેલ જેના એક-એક નયનરમ્‍ય દ્રશ્‍યો એક નવી દ્રષ્‍ટિ આપેલ. એક-એક દ્રશ્‍ય નિહાળતા-નિહાળતા અંતર મને કહેલ ઓહા આવા હતા મારા ભગવાન મહાવીર...હું તો એમને ઓળખી ન શકયો અને હૃદય પ્રભુભકિતના અહોભાવથી છલકાઇ ગયેલ

(1:32 PM IST)