News of Thursday, 10th April 2025
માધવપુરના માયાળુ માનવી : ઉત્તર-પૂર્વીય કલાકારો મહેમાનગતિથી ભાવવિભોર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૦: માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આવેલા ઉત્તર-પૂર્વીય રાજયના કલાકારો -વેપારીઓ ગ્રામ્યજનો દ્વારા મીઠા આવકારથી પ્રભાવિત થઇ ગયા હતા.
લોક સાહિત્ય, સંસ્કળતિ અને મીઠા આવકાર માટે સૌરાષ્ટ્રની ધરા જાણીતી છે. માધવપુરનો મેળો ઐતિહાસિક-સાંસ્કળતિક મહત્વ ધરાવે છે, ત્યારે આ મેળામાં આવતા લોકો ભગવાન શ્રીકળષ્ણ અને રુકમણીજીના વિવાહના સાક્ષી બને છે. અહીં આવતા પ્રવાસીઓ પોતાની સાથે મેળા આનંદ સાથે અહીંના લોકોના પ્રેમભર્યા સ્મરણો પણ સાથે લઈ જાય છે. ‘નમસ્તે ગુજરાત, માધવપુર ઘેડના લોકો માયાળુ માનવી છે, આ લોકો અમને પોતિકા લાગે છે'. આ શબ્દ નાગાલેન્ડથી સાંસ્કળતિક કળતિ રજૂ કરવા આવેલા કલાકાર ઓવુંગબેનીના છે. ઓવુંગબેની કહે છે કે, મેળાની સાથે મને માધવપુર બીચ ખૂબ ગમે છે, હું અહીં બીજી વખત આવી છું. આ અગાઉ ૨૦૨૩ માં મેળામાં પરફોર્મ કરવા આવી હતી.
નવરાશનો મોટાભાગનો સમય હું માધવપુર બીચ પર પસાર કરું છું. અહીં ખાણીપીણી, નાળિયેર અને શેરડીનો રસ વેચતા દંપતી મંજુબેન અને રમેશભાઈ સોલંકી સાથે મને પરીવારિક આત્મીય સંબંધ બંધાયો છે. અમારા ગ્રુપના બધા સભ્યોને આ દંપતિ ગરમ નાસ્તો બનાવી આપે છે. તેઓ ખૂબ પ્રેમાળ છે. અહીં લોકોના પ્રેમભર્યા આવકાર અને સરકારી તંત્રના આયોજન અને સ્થાનિક વેપારીઓના સરળ સ્વભાવથી જ અમને વારંવાર માધવપુર મેળામાં આવવાનું મન થાય છે.
ગુજરાત સરકારે માધવપુર બીચ ડેવલોપમેન્ટ કરતા અહીંના લોકોને રોજગારી મળી છે, જેથી પ્રવાસીઓ માટે બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઓવુંગબેનીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમારા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં દરિયો દુર્લભ છે, જેથી અમને બીચનું વિશેષ આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. સરકાર દ્વારા મેળાનું સુંદર આયોજન કરાયું સાથે સાથે બીચ પર સ્વચ્છતા પણ જળવાઈ રહે તેની સ્થાનિક વેપારીઓ તકેદારી રાખે છે.
આમ સૌરાષ્ટ્રની આતિથ્ય ભાવની આગવી પરંપરાથી ઉત્તર પૂર્વના કલાકારો અને કારીગરો પ્રભાવિત થયા છે અને સૌરાષ્ટ્રમાં ગુજરાતમના પ્રવાસે જવા તેઓ ત્યાંના રાજ્યોના લોકોને પણ અહીંના અનુભવો જણાવી કહી રહ્યા છે તે ગૌરવ સમાન છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
