News of Thursday, 10th April 2025
જુનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ 6 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા
ગુલીસ્તાન સોસાયટીની ઘટનામાં ગણતરીની કલાકોમાં આરોપી મુસ્તકીમ સરફરાજની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. 10 : જૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ 6 વર્ષની બાળકી સાથે અડપલા કર્યાની ફરિયાદ થતાં પોલીસે આરોપીની અટક કરી પુછતાછ હાથ ધરી હતી. બાળકીની માતાની ફરિયાદ અનુસાર શહેરમાં ઘાંચીપટ વિસ્તારના દિલાવરનગરની ગુલિસ્તાન સોસાયટીમાં રહેતો મુસ્તકીમ સરફરાજના ઘરે તેની માતા પાસે મહિલાની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની દીકરી ટ્યુશનમાં જતી હતી. ગઈ તારીખ 6 એપ્રિલના રોજ બપોરે ટ્યુશન પૂરું થતાં બાળકી તેનું દફતર એક કરતી હતી અને બીજા છોકરા જતા રહ્યા હતા તે વખતે બાળકીની એકલતાનો લાભ લઇ મકાનના હોલનો દરવાજો બંધ કરી મુસ્તકીમ બાળકીને રસોડામાં લઈ ગયો હતો અને અડપલા કર્યા હતા.
ઘટના અંગે સોમવારે રાત્રે બાળકીની માતાએ ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પીઆઈ વી. જે. સાવજે ત્વરિત તપાસ આદરી આરોપીની અટક કરી પૂછપરછ હાથ કરી બુધવારે કોર્ટના આદેશ મુજબ આરોપીને જેલ માં મોકલી આપ્યો હતો
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
