<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

જામનગરમાં હવસખોરે ગાયમાતાને પણ ન છોડયા. : જુઓ વિડિયો

માનસીક વિકૃત શખ્‍સે ગાય સાથે દુષ્‍કર્મ આચરતા ભારે રોષઃ ફરીયાદની તજવીજ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૦:: જામનગરના એક પોશ વિસ્‍તારમાં રવિવારે વહેલી સવારે એક ગાય પર નરાધમ શખ્‍સે દુષ્‍કળત્‍ય ગુજાર્યાનો વીડિયો વાયરલ થયો છે. આ બનાવે ચકચાર જગાવી છે. જામનગરના રાંદલનગરમાં આવેલ સ્‍કુલ નજીક રવિવારની વહેલી સવારે પાંચેક વાગ્‍યે એક શખ્‍સે પોતાની માનસિક વિકળતિ દર્શાવતા તેના પર ફીટકાર વરસી રહ્યો છે.

આ શખ્‍સે તે વિસ્‍તારમાં બેસેલી ગાય પર દુષ્‍કર્મ  આચર્યું હતું. તે બનાવ આ વિસ્‍તારના એક સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો હતો. તે પછી આજે આ બનાવ બહાર આવતા ચકચાર જાગી છે. જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

આરોપીને ઝડપી લેવા માટે પોલીેસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:57 PM IST)