<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે તા.૧૧ એપ્રિલના રોજ વિસાવદર ખાતેથી અંદાજે રૂ. ૯૪ કરોડના વિકાસ કાર્યોનું ઈ - લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે જાહેર સભા સંબોધશે: બ્રહ્માનંદ ચાપરડા આશ્રમની પણ મુલાકાત લેશે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૦: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદર ખાતેથી તા.૧૧-૪-૨૦૨૫ના સવારે ૧૦.૩૦ કલાકે અંદાજે રૂ. ૯૪ કરોડના કામોનું ઈ - લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે જાહેર સભાને સંબોધન પણ કરશે. ત્યારબાદ બ્રહ્માનંદ ચાપરડા આશ્રમની પણ મુલાકાત કરશે.

મુખ્યમંત્રી જૂનાગઢ જિલ્લાની આંતર માળખાકીય સુવિધા અને જનસુખાકારીમાં વધારો કરતાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ -લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.

(6:26 PM IST)