<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

જસદણના પૂ.જલારામબાપા મંદિરે ચાલતી અખંડ રામધૂનને આજે 43 વર્ષ પૂર્ણ

44 વર્ષમાં પ્રવેશ નિમિત્તે કાલે સવારે પ્રાર્થના, રામાયણના પાઠ,બપોરે મહાપ્રસાદ અને રાત્રે સુંદરકાંડના પાઠનું આયોજન:લાભ લેવા અનુરોધ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.11 :  જસદણના પૂ. જલારામબાપા મંદિરે "હરે રામ હરે કૃષ્ણ"ની 24 કલાક ચાલતી અખંડ ધૂનને આજે 43 વર્ષ પૂર્ણ થતા હોય કાલે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

જસદણના પટેલ સ્ટ્રીટ ખાતે આવેલ જસદણ જલારામ કહેવાતા પૂ. હરિરામબાપા દ્વારા નિર્મિત જલારામ મંદિરે પૂજ્ય હરિરામ બાપા દ્વારા અખંડ રામધૂનનો  43 વર્ષ પહેલાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જે આજે 24 કલાક ચાલે છે. 

આવતીકાલે આ રામ ધૂન 44 વર્ષમાં પ્રવેશ કરવાના પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે પ્રાર્થના,રામાયણના પાઠ,બપોરે મહાપ્રસાદ અને રાત્રે સુંદરકાંડના પાઠનું આયોજન જલારામ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પૂજ્ય હરિરામબાપાના સેવક સમુદાય દ્વારા પૂ.હરિરામબાપાની શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ભારતમાં આવેલા 100 જલારામ મંદિરે જઈ 12 કલાક અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે સંજોઞો વસાત આ રામ ધૂનનો પ્રારંભ પણ આવતીકાલે જસદણ જલારામ મંદિરેથી કરવામાં આવશે.

જસદણ પૂ. જલારામબાપા મંદિર ખાતે આવતીકાલે યોજનારા ધૂન તેમજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા જલારામ મંદિર જસદણના ટટ્રસ્ટીઓ અને હરિરામબાપના સેવક મંડળે યાદીમાં જણાવ્યું છે.

(9:37 AM IST)