News of Friday, 11th April 2025
વાંકાનેર નજીક વાલાસણ ગામે ઇન્ડીયા કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગઃ મોટુ નુકશાનઃ કપાસનો જથ્થો ભસ્મીભૂત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૧: મીતાણા રોડ પર આવેલ ઈન્ડીયા કોટન ઇન્ડસ્ટ્રીઝમાં બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક કપાસના જથ્થામાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરા-તફરી મચી ગઇ હતી. તાળતતોબ વાંકોનર-રાજકોટ-મોરબી ફાયર બ્રિગેડ ટીમો જાણ કરતા ઉપરોકત ત્રણેય ગામના ફાયરો એ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળ થયા હતા.પ્રથમ નજરે જોતા બાજુમાંથી વીજલાઇન પસાર થતી હોવાથી વીજ લાઇનો તાર તુટતા આગ લાગ્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે. હાલ નુકશાનીના અંદાજની આકારણી જાણવા મળેલ નથી પણ મોટુ નુકશાન થયાનું નજર સમક્ષ જણાઇ રહ્યું છે. (૩.૫)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
