<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ભાવનગર માં મહિલાના બંધ મકાનમાંથી ૭૯ હજારની મત્તાની ચોરી

ભાવનગર તા.૧૧: શહેરના હાદાનગર,રામેશ્વરનગરમાં આવેલ પ્‍લોટ નં ૨૨ માં રાજુભાઈ ત્રિવેદીના મકાનમાં ભાડે રહેતા દક્ષાબેન જીવરાજભાઈ પંડ્‍યા અને તેમના માતા નિર્મળાબેન ગત તા.૨૮/૩ ના રોજ સુરત ગયા હતા અને તા.૩૧/૩ ના રોજ સવારે ભાવનગર પરત ફર્યા તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તસ્‍કરો ઘરમાં પ્રવેશ્‍યા હતા અને બેડરૂમના દરવાજાનો નકૂચો તોડી રૂમમાં રાખેલ લોખંડની તિજોરી તોડી તિજોરીમાં રાખેલ રૂ.૧૦,૦૦૦/- રોકડા,લાવા કંપનીનો નોબેલ ફોન,સોના-ચાંદીના ઘરેણાં અને એટીએમ કાર્ડ સહિતના ડોકયુમેન્‍ટ સાથેનું પર્સ મળી કુલ રૂ.૭૯,૫૦૦/- ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોરીની આ ઘટના અંગે દક્ષાબેન પંડ્‍યા એ અજાણ્‍યા તસ્‍કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. (૩.૯)

(11:01 AM IST)