<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ભાવનગરમાં મકાનમાં દારૂ ઝડપાયો

પોલીસે દારૂના વેચાણની રકમ રૂ.૨.૪૪ લાખ પણ કબજે લીધી

ભાવનગર તા.૧૧: ભાવનગરના ઘોઘારોડ વિસ્‍તારમાં આવેલ મકાનમાં ઘોઘારોડ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો કબજે કર્યો હતો,પોલીસે દારૂના વેચાણની રકમ રૂ.૨.૪૪ લાખ પણ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 મુજબ ઇન્‍ચાર્જ એસ.પી.દ્વારા ભાવનગર ડિવિઝનની ટીમો બનાવી ઘોઘારોડ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં કોમ્‍બિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું,કોમ્‍બિંગ દરમિયાન ટીમ દ્વારા શહેરના ઘોઘારોડ,રાજારામના આવેડા પાસે આવેલ અર્જુન રણજીતભાઇ મકવાણાના મકાનમાં દરોડો પાડી મકાનમાં રાખેલ વિદેશી દારૂની ૬ બોટલ અને બિયરના ટીન નંગ ૨૨, કિં.રૂ.૪,૯૦૦/- તેમજ દારૂના વેચાણની રોકડ રકમ રૂ.૨,૪૪,૫૦૦/- મળી કુલ રૂ.૨,૪૮,૯૦૦/- ના મુદ્દામાલ કબજે કરી દરોડા દરમિયાન ઘરે હાજર નહીં મળી આવેલ શખ્‍સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. (૩.૯)

(11:01 AM IST)